સુરત :શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા ચેતન કહાર દર વર્ષે પોતાના ઘરમાં તમામ તહેવારોને ધામધૂમથી ઉજવે છે. તેની સાથે સંપૂર્ણ સિદ્દતથી છેલ્લાં બે વર્ષથી તાજીયા જુલુસ કાઢવા માટે તૈયાર કરતા હોય છે. સાંપ્રદાયિક સોહાર્દનો કિસ્સો છેલ્લા બે વર્ષથી જોવા મળે છે. ચેતન અગાઉ પતંગ બનાવનાર રઈસ સૈયદની દુકાને નોકરી કરતો હતો. રઈસ સૈયદ ચેતનને પોતાના પુત્ર તરીકે માનતા હતા. રઇસ સૈયદ કહારે ચેતનને પોતાનો પુત્ર માનીને તાજીયાની જવાબદારી સોંપી હતી. ત્યારથી જ ચેતન છેલ્લા બે વર્ષથી ક્યારેય પણ મોહરમ અથવા તાજીયા મનાવવાનું ચૂક્યા નથી.
સાંપ્રદાયિક સોહાર્દ :રાંદેર વિસ્તારમાં રહેતા ચેતન કહાર હાલ ઓટો રીક્ષા ડ્રાઈવર છે. અગાઉ ચેતન કહાર સૈયદની પતંગની દુકાનમાં પતંગ બનાવનાર તરીકે કામ કરતો હતો. રઈસ સૈયદે 25 વર્ષથી વધુ સમયથી તાજીયાનું આયોજન કરતા હતા. ચેતન કહાર હંમેશા તેને તાજીયા બનાવવામાં મદદ કરતા હતા. ચેતન કહારને રઇસ સૈયદ પોતાનો પુત્ર માનતા હતા. બે વર્ષ પહેલા તેઓએ મૃત્યુ પહેલા ચેતનને તાજીયા યોજવાની પરંપરા ચાલુ રાખવા કહ્યું હતું. ચેતન કહારને પતંગ બનાવનાર રઈસ સૈયદે તાજીયાની જવાબદારી સોંપી હતી. 25 વર્ષ જૂની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી મળતા ચેતન ત્યારથી ક્યારેય મોહરમ કે તાજીયાને જવાબદારી ચુક્યા નથી.