સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ કે જે વિશ્વના ખૂણે ખૂણે કાપડનો વેપાર કરે છે. જેમાં પાકિસ્તાન પણ બાકાત નથી પરંતુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબૂદ થતા પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલતો વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં કાપડનો વેપાર પણ શામેલ છે સુરત નું કપડું પંજાબ અને દિલ્હીની માર્કેટ દ્વારા પાકિસ્તાનના કરાંચી અને લાહોરના માર્કેટમાં જતું હતું. પરંતુ હવે વેપાર બંધ કરી દેતા તેને માટે હાલાકી ભોગવવાનો સમય આવી ગયો છે. કારણ કે જે રો-મટીરીયલ તે સુરતના ટેક્સટાઈલ માર્કેટમાંથી મંગાવતું હતું તેને ફિનિશિંગ કરીને ઇસ્લામિક દેશમાં વેચાણ કરી પોતાનો વેપાર ચલાવતું હતું.. પરંતુ હવે સુરતના કાપડના કારણે તેઓના પોતાના ઉદ્યોગને બંધ કરી દે એવી પરિસ્થિતિ ટૂંક સમયમાં પાકિસ્તાનમાં થશે.
પાકિસ્તાનને મોટો ફટકો! સુરત કાપડના વેપારીઓએ રૉ મટીરીયલ નહિ આપવાનો કર્યો નિર્ણય - પાકિસ્તાન
સુરત: આર્ટીકલ 370 અને 35A નાબૂદ થતા પાકિસ્તાન એટલી હદે બેબાકળૂ થઈ ગયું છે કે તેને ભારત સાથે તમામ વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે પાકિસ્તાનનો આ નિર્ણયના તેના માટે ઘાતક સાબિત થશે એવું સુરતના ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે. જે વેપારીઓ પાકિસ્તાન સાથે વેપાર કરતા આવ્યા છે. તેમને જણાવ્યું છે કે, પાકિસ્તાન આ નિર્ણય બાદ તેઓએ પણ વેપાર બંધ કરી દીધો છે અને તેમના આ નિર્ણયના કારણે પાકિસ્તાનને એક મોટો ફટકો પડશે.
પાકિસ્તાન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે સુરતના વેપારીઓએ પણ કાપડ પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. સુરતના કાપડના વેપારીઓનું કહેવું છે કે, અત્યાર સુધી દેશની માર્કેટ દ્વારા પાકિસ્તાન પરોક્ષ રીતે વેપાર કરી શકતો હતો. પરંતુ હવે જ્યારે તેને સુરતના કાપડની જરૂર પડશે તો તેને દુબઈ શ્રીલંકાને બાંગ્લાદેશ થકી કાપડ ખરીદવું પડશે જે તેને મોંઘુ પડી જશે. પાકિસ્તાનમાં કપડાં ઉત્પાદન ખૂબ જ ઓછું છે. જેને કારણે પોતાના ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે તે ભારતથી કાપડ ખરીદતું હતું. પણ હવે આ જ ભારતીય કાપડ એણે પોતાના દેશના લોકોની જરૂરિયાત પૂરી કરવા દુબઈ અને બીજા અન્ય દેશોમાંથી ખરીદી કરવી પડશે. જે એને ઘણું મોંઘું પડશે જેના સરવાળે એના દેશના લોકો માટે મોંઘો સાબિત થશે.સુરતમાં કાપડના વેપારીઓનું કહેવું કે, પાકિસ્તાનના આ નિર્ણયથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને કોઈ ફરક પડશે નહીં જે પણ કાપડ ઉત્પાદન કરવામાં આવ્યું છે. તે સુરતના વેપારીઓ ટૂંક સમયમાં અન્ય દેશોમાં મોકલી આપશે પરંતુ હવે પછી પાકિસ્તાન સાથે કોઈ પણ વેપાર કરવામાં આવશે નહીં.