સરથાણા વિસ્તારમાં રોષે ભરાયેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લોકોના જીવને જોખમમાં મુકનાર બિલ્ડર હરસુખ વેકરીયા સહિતના ક્લાસીસના સંચાલક સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.
તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનાને લઇ પાસ કન્વિનરોએ આપ્યું સુરત બંધનુ એલાન - gujaratinews
સુરત: શહેરના તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે PAAS દ્વારા સુરત બંધનું એલાન કરવામાં આવ્યું છે, તેમજ કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરશે.
સુરત બંધનુ એલાન
જ્યાં સુધી ટ્યુશન કલાસીસ ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન કરે ત્યાં સુધી તમામ ટ્યુશન કલાસીસ બંધ રાખવાનો કમિશ્નરે આદેશ કર્યો હતો. સુરતની આ આગના પડઘા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં પડ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્યમાં ચાલતાં ટ્યુશન ક્લાસીસમાં જ્યાં સુધી ફાયરસેફ્ટીની તપાસ ન થાય ત્યાં સુધી ક્લાસીસ બંધ કરવાના આદેશ અપાયા છે.
Last Updated : May 25, 2019, 3:30 PM IST