ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી

સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા હતા. વારંવાર ફરિયાદ કરવા છતાં પાણીનો કોઈ નિકાલ નહીં કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી
સુરત સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી

By

Published : Aug 29, 2020, 2:10 PM IST

સુરતઃ શહેરમાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં, ટ્રોમાં સેન્ટર, ઇમરજન્સી વોર્ડ અને સોનોગ્રાફી વોર્ડની બહાર પાણી ભરાયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં પાણીનો કોઈ નિકાલ નહીં થતા લોકોને તથા દર્દીના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે છેલ્લા બે દિવસથી સુરતમાં મેઘો મહેરબાન બન્યો છે. શનિવારના દિવસે પણ સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતાં સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.

વરસાદી પાણી ભરાવવાના કારણે પસાર થઈ રહેલા કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હતાં, જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે, સુરત મહાનગરપાલિકા દ્વારા આ વખતે કરવામાં આવેલી પ્રિ-મોન્સૂનની કામગીરીના પગલે પાણી પણ ઝડપભેર ઉતરતા જોવા મળ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details