ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Civil Hospital Hostel : સુરત સિવિલ હોસ્પિટલની હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી - સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી

સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં( Surat Civil Hospital Hostel )ગેલેરીનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ નહોતી પરંતુ બોયઝ હોસ્ટેલ જર્જરિત( Boys hostel)હાલતમાં છે.

Surat Civil Hospital Hostel : સુરત સિવિલ હોસ્પિટલના હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી
Surat Civil Hospital Hostel : સુરત સિવિલ હોસ્પિટલના હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી

By

Published : Mar 21, 2022, 7:32 PM IST

સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં(Surat New Civil Hospital ) આવેલ બોયઝ હોસ્ટેલમાં ગતરોજ સાંજના સમયે હોસ્ટેલનો ગેલેરીનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. પરંતુ નવી સિવિલ હોસ્પિટલના હોસ્ટેલ (Surat Civil Hospital Hostel )નહીં પરંતુ હોસ્પિટલની ઘણી બધી બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ છે. થોડા સમય પહેલા હોસ્પિટલના એક વોર્ડમાં પણ આજ રીતની સ્થિતિ જોવા મળી હતી. જોકે ત્યારબાદ બિલ્ડીંગ રિનોવેશનનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીઓ અને તબીબો આ રીતે જર્જરિત બોયઝ હોસ્ટેલને ( Boys hostel)તંત્રની જોખમી પાટાપિંડી અને બીમ-કોલમ ફાટી ગયા,આખી હોસ્ટેલ લોખંડની ગર્ડરના સહારે રહેતા છે.

સુરત સિવિલ હોસ્પિટલ

વિદ્યાર્થીઓના માથે સતત ઝળુંબતું મોત જોવા મળી રહ્યું -બોયઝ હોસ્ટેલમાં ગતરોજ સાંજના સમયે હોસ્ટેલનો ગેલેરીનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે વિદ્યાર્થીઓ જોખમી રીતે અને ભગવાને ભરોસે રહેતા હોય તે જાણી શકાય છે. હોસ્ટેલ ગેલેરીનો ભાગ નીચે પડ્યો છે અને ઉપર એટલે ખુરશીઓ પણ જોવા( slab of the hostel collapsed in Civil)મળી રહી છે. એટલે કે કહી શકાય છે કે અહીં વિદ્યાર્થીઓ બેસતા હશે. તો બીજી બાજુ ગેલેરીનો નીચેનો બહારનો ભાગ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં અને સળિયા દેખાવા લાગ્યા છે. આવી હાલતમાં વિદ્યાર્થીઓના માથે સતત ઝળુંબતું મોત જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃઅહીં જર્જરીત શાળામાં જીવના જોખમે ભણી રહ્યાં છે વિદ્યાર્થીઓ

હોસ્ટેલ 60 વર્ષ જૂની -આ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ફરજ બજાવતા અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, આ હોસ્ટેલ લગભગ 60 વર્ષ જૂની છે. ક્યારે બની હતી એ હું નહીં કહી શકું. આ હોસ્ટેલમાં હાલ વધારે વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા નથી. હા જેટલા પણ નવા વિદ્યાર્થીઓ આવે છે તેમને નવા હોસ્ટેલમાં મોકલવામાં આવે છે. જે હોસ્ટેલના બિલ્ડીંગના રૂમની ગેલેરી ધરાશાયી થઇ છે. તેઓને ન્યૂ હોસ્ટેલમાં જગ્યા ફાળવામાં આવી છે.

આ પણ વાંચોઃGujarat university exams: જર્જરિત બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

ABOUT THE AUTHOR

...view details