સુરતમાં વાતાવરણમાં બદલાવના કારણે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો સુરત:શહેરમાં શરદી,ખાંસી, શરીર દુખાવાને લાગતા કેસો સતત વધી રહ્યા છે. જેને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે આ તમામ કેસો વાતાવરણમાં બદલાવના કારણે વાયરલ ઇન્ફેક્શનના કારણે થઈ રહ્યા છે.
રોગચાળો ફાટ્યો:સુરતમાં રોગચાળા ફાટ્યો છે. સિવિલ હોસ્પિટલમાં શરદી ખાંસીના રોજના સૌથી વધુ કેસો નોંધાવી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકોમાં શરદી ખાંસીના કેસોમાં વધારો નોંધાયો નોંધાઈ રહ્યો છે. જ્યારે સિવિલ હોસ્પિટલની અંદર કેસ બારી પાસે મોટી સંખ્યામાં લોકોની લાંબી કટારો જોવા મળી રહી છે. વાતાવરણમાં પલટો જોવા મળતા છેલ્લા 15 દિવસમાં 1400 વધુ શરદી ખાંસી અને દુખાવાના વધુ કેસો નોંધાયા છે.
આ પણ વાંચો Surat Crime: ઓઇલ અને કોપર ચોરી આરોપી સાત વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો, આવી રીતે કરતો ચોરી
વાતાવરણમાં પલટો:વધારે દર્દીઓ તો નથી આવી રહ્યા અને એમાં ગભરાવાની જરૂર નથી. આને રોગચાળો પણ કહી શકાય નહીં. જ્યારે પણ વાતાવરણમાં પલટો આવે ત્યારે સવારે ઠંડી હોય બપોરે ગરમી હોય ફરી પાછું સાંજના સમયે હલકી ઠંડી લાવવા માંડે છે. અને રાતના સમય ફરીથી ઠંડી લાગવા માંડે છે. તેના કારણે માથામાં દર્દ થાય છે. તે ઉપરાંત આપણું શરીર જે રીતે ગરમી ઠંડીનો અહેસાસ કરે છે. તે રીતે શરદી ખાંસી તાવ આવો, શરીર દુખવું,સામાન્ય છે. અને આ પ્રકારના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ પ્રકારના રોગોને અમે વાયરલ ઇન્ફેક્શન તરીકે જોઈએ છીએ--નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. ઓમકાર ચૌધરી
પાણી પીવું જરૂરી:આવા કેસોમાં દર્દીઓને જ્યારે તાવ હોય ત્યારે અમે તેમનું બ્લડ ટેસ્ટ કરીએ છીએ.જેથી તેમને મલેરિયા તો કોઈ અન્ય બીમારી હોય તે પકડમાં આવી શકે. તે પ્રમાણે દર્દીઓને દવાઓ આપવામાં આવે છે. તે ઉપરાંત હાલનો જે માહોલ છે. તે પ્રમાણે જો આપણે ઘરેથી નીકળીએ છીએ. ત્યારે બહાર ગરમીઓ લાગે છે. તેને કારણે તરસ પણ લાગે છે. જેથી આપણે બધા લોકો ગમે ત્યાં પાણી પણ લઈએ છીએ. અમુક વખત એવું પણ બનતું હોય છે કે તે પાણી સારું ન હોય તેને કારણે પણ શરીરમાં બીમારીઓ થાય છે. ઝાડા ઉલટી ના કેસ પણ બની શકે છે.
આ પણ વાંચો Surat News : રમી રહેલી માસૂમ બાળકી કાકાના કારની અડફેટે આવી જતા કરુણ મૃત્યુ
શરદી થવાની સંભાવનાઓ: ખૂબ જ ગરમી છે અને આપણે એકદમ ઠંડુ પાણી પી લઈએ તો પણ શરદી થવાની સંભાવનાઓ જોવા મળે છે. આ શરદી ના કારણે જ તાવ પણ આવી જતો હોય છે. તો આવા સમય દરમિયાન જ્યારે શરદી ખાસી હોય ત્યારે લોકોએ ગરમ પાણી પીવું જરૂરી છે. ગરમીમાંથી આપણે ઘરે પહોંચતા તરત પાણી પી લઈએ છીએ. પરંતુ થોડા સમય રોકાયા બાદ પાણી પીએ તો તે ફાયદાકારક છે.