ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ‘લૉકડાઉન’ ડ્રોનની નજરે... જુઓ વીડિયો... - lock down

ગુજરાતમાં કોરોનાના પોઝિટવ કેસમાં નોંધપાત્ર વધારો થતો રહ્યો છે. સૂરતમાં કોરોનાના 28 કેસ નોંધાયા છે અને કુલ 4 લોકોના મોત થયા છે. સમગ્ર ભારતભરમાં લૉકડાઉન છે, ત્યારે ડાયમંડ સિટી સૂરત પણ લૉક ડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યું છે. ભારે ટ્રાફિકવાળા સુરતના રોડ રસ્તા આજે સૂમસામ બન્યા છે. આવો આપણે ડ્રોનની નજરે સુરતની મૂરત નિહાળીએ…

સુરતમાં ‘લૉક ડાઉન’ ડ્રોનની નજરે... જૂઓ વિડિયો
સુરતમાં ‘લૉક ડાઉન’ ડ્રોનની નજરે... જૂઓ વિડિયો

By

Published : Apr 12, 2020, 12:23 PM IST

સુરતઃ સુરત એ ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગ તો ખરો, પણ તેની સાથે ટેક્સટાઈલ માર્કેટ, યાર્ન બજાર, સાડીઓનું હોલસેલ અને રીટેઈલ બજાર તથા ખાંડ ઉદ્યોગ છે. સુરતની ઘારી, લોચો, ખમણ અને જમણ વખણાય છે. સુરતીઓ સુરતીલાલા તરીકે જાણીતા છે. આ એ જ લહેરીલાલાઓનું સુરત આજે લૉક ડાઉનમાં સાવ સૂમસામ બની ગયું છે.

લૉક ડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવાની શરૂ કરી છે. સુરતમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરા ઉડાડીને પાંચથી વધુ લોકો એકઠા થાય તો તેમની સામે ધારા 144 ભંગની ફરિયાદ કરી છે. ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ હેઠળ સુરતમાં 250 ગુનાઓ નોંધાયા છે. માટે ઈટીવી ભારતની અપીલ છે કે ઘરમાં રહો… સુરક્ષિત રહો…

આપને અમે આજે ઘરે બેઠા, ડ્રોનની નજરે સુરત બતાવીએ....

સુરતમાં ‘લૉક ડાઉન’ ડ્રોનની નજરે... જૂઓ વિડિયો

ABOUT THE AUTHOR

...view details