સુરત :શહેરના ડુમસ વિસ્તારમાં વન્ય પ્રાણી ચિતલનો શ્વાને શિકાર કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. ચિત્તલને સ્પોટેક ડિયર તરીકે ઓળખવામાં આવે છે. શહેર વિસ્તારમાં આ લુપ્ત થતી પ્રજાતિ શ્વાનના આતંકનો શિકાર બની છે. જે એક ચિંતાનો વિષય છે. અગાઉ પણ આ વિસ્તારમાં શ્વાનના આતંકના શિકાર અન્ય પ્રાણીઓ બની ચૂક્યા છે જેથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરના છેવાડાના વિસ્તાર ગણાતા ડુમસમાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે વન્ય પ્રાણી ચિતલ જોવા મળશે. પરંતુ ચિતલનો શિકાર આ વિસ્તારના શ્વાનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ચિત્તલ અને સ્પોટક ડિયર વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ શિડયુલ એકમાં આવતું પ્રાણી છે. શિડયુલ એકમાં આવનાર પ્રાણીઓ વન ક્ષેત્રમાં લુપ્ત થનાર પ્રાણીઓમાં સામેલ હોય છે .જેથી અનુમાન લગાવી શકાય કે ચિત્તલ કેટલું મહત્વપૂર્ણ પ્રાણી છે.
વાછરડાનો શિકાર શ્વાન દ્વારા કરવામાં આવ્યો :ડુમસ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ મૃત અવસ્થામાં ચિત્તલ જોઈ આ અંગેની જાણકારી વન વિભાગને કરી હતી. અગાઉ આ વિસ્તારમાં ક્યારે પણ ચિતલ જોવા મળ્યું ન હતું, પરંતુ જ્યારે જોવા મળ્યું ત્યારે તે મૃત અવસ્થામાં હતું. જેથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે ચિતલનો શિકાર ત્યાંના શ્વાનો દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આવી જ ઘટના બની ચૂકી છે અને ત્યાં ગાયના વાછરડાનો પણ શિકાર શ્વાનો દ્વારા કરવામાં આવ્યો છે.