સુરતઃરાજ્યમાં અવારનવાર કોઈકને કોઈક જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળતો હોય છે. ત્યારે હવે સુરતમાં રખડતા શ્વાને એક માસુમ બાળકીનો ભોગ લઈ લીધો હતો. શ્વાને 5 વર્ષીય બાળકીને બચકાં ભરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચોઃDog Bite Cases: રાજકોટમાં શ્વાન કરડવાના કેસ વધતા તંત્ર એલર્ટ, એન્ટી રેબીઝ ક્લિનિકની શરૂઆત
સિવિલમાં રોજના 150થી વધુ કેસઃ શહેરમાં અવારનવાર ડોગ બાઈટના કેસ સાંભળવા મળે છે. અહીંની નવી સિવિલ હોસ્પિટલમાં પણ રોજ 150થી વધુ ડોકબાઈટના કેસ આવી રહ્યા છે. અગાઉ પણ એક બાળકી ડોગ બાઈટના કેસમાં મૃત્યુ પામી છે અને ફરી વખત ભેસ્તાન વિસ્તારમાં આવી જ ઘટના બની છે, જેમાં 5 વર્ષના બાળકનું રખડતા શ્વાનના બચકાં ભરતાં મોત થયું હતું. ભેસ્તાન ખાતે રોડ કન્સ્ટ્રક્શન કામમાં મજૂરી કામ કરતા પારગી રસુલભાઈ, પત્ની અને 2 બાળકી અને 5 વર્ષીય સાહિલ સાથે રહી સુરત રોજગાર માટે આવ્યા હતા. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે. મજૂરી કરી તેઓ પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે.