સુરત :શહેરના સૈયદપુરા વિસ્તારમાં કાશ્મીરી દંપત્તિનું ચાર વર્ષીય પુત્ર ગુમ થઈ ગયો હતો. પોલીસે આ કાશ્મીરી દંપતીની મદદ કરી હતી. સુરત લાલગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માત્ર બે કલાકમાં બાળકની શોધખોળ કરી લીધી હતી. ગુમ થયેલા બાળક બે કલાક બાદ સુરતના ઉધના વિસ્તારથી મળી આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો : કાશ્મીરથી સુરતમાં રમજાન માસમાં ભીખ માંગવા માટે આવેલા દંપત્તિનું ચાર વર્ષે પુત્ર સુરત શહેરના સૈયદપુરા તુરાવા મહોલ્લામાં આવેલ મસ્જિદ નજીકથી ગુમ થઈ ગયું હતું. બાળક ગુમ થઈ જતા દંપત્તિએ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું. જોકે લાલગેટ પોલીસને સીસીટીવીમાં આ બાળક કોઈ અજાણને બુરખાધારી મહિલાની આંગળી પકડીને જતો દેખાયો અને પોલીસે અપહરણની આશંકા રાખી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
ભીખ માંગી ગુજરાન ચલાવતા હતા :આ અંગે લાલગેટ પોલીસના ઇન્સ્પેક્ટર એન .એચ.બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, કાશ્મીરથી સુરત રમઝાન મહિનામાં ભીખ માંગવા માટે કાશ્મીરી પરિવાર આવ્યું હતું. તેઓ જીમખાના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહી રહ્યા હતા. પરિવારમાં એક દંપત્તિ શહેરના સૈયદપુરા તુંરાવા મોહલ્લા નજીક ભીખ માંગી ગુજરાન ચલાવતા હતા. આ વચ્ચે તેમનો બાળક ગુમ થઈ ગયું હતું. તેઓએ આ અંગે લાલગેટ પોલીસ મથક આવીને સમગ્ર ઘટનાક્રમ અંગે જાણ કરી હતી. જોકે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું.