ટેક્સટાઇલ અને ગારમેન્ટ ક્ષેત્રે સેમિનાર સુરત :ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પૂર્વે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ અને એપ્રિલ સેક્ટર મુદ્દે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ વેપારીઓને વાઈબ્રન્ટ સમિટ માટે આમંત્રિત કરતા કહ્યું હતું કે, અન્ય રાજ્યો તમને લોભામણી લાલચ આપશે પરંતુ ગુજરાતમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત રહેશે.
સરકાર રેડીમેડ ગારમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી અન્ય દેશોને અમે ટક્કર આપી શકીએ. ફ્યૂચર રેડી 5F પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે. --દર્શના જરદોશ (કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન)
હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ જાહેરાત : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું છે. ટેકસટાઇલ ક્ષેત્રમાં જો ઇન્વેસ્ટમેન્ટ આવે તો લોકલ રોજગારી મળી રહેશે, આ માટે અમે વિચારી રહ્યા છીએ. ગુજરાતના લોહીમાં ટેકસટાઇલ છે. ગારમેટિંગ સેક્ટરમાં વિચારવાની જરૂર છે જે માટે અમે વિચારી રહ્યા છીએ. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વિચારણા થઈ રહી છે. ઉપરાંત પોલિસીમાં બદલાવ લાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે તમામ દેશભર વેપારીઓને આમંત્રણ આપું છું.
ગુજરાતના લોહીમાં ટેકસટાઇલ છે. અન્ય રાજ્યો તમને લોભામણી લાલચ આપશે પરંતુ ગુજરાતમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત રહેશે. લોભામણી લાલચ ત્યાં આપવામાં આવે છે જ્યાં કોઈ જતું નથી. --હર્ષ સંઘવી (ગૃહપ્રધાન, ગુજરાત રાજ્ય)
પીએમ મિત્રા પાર્ક :હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મિત્રા પાર્ક તમામ કંપનીઓ માટે મોટી તક છે. પોર્ટથી એરપોર્ટ સુધીની તમામ સુવિધા મળી રહેશે. પાર્સલ મિત્રા પાર્કથી એક કલાકમાં પહોંચી જશે. રોડ અને બ્રિજની વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રા પાર્ક નવસારીમાં છે અને ગૃહપ્રધાન હોવાના કારણે હું કહેવા માંગીશ કે ગુજરાતમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત રહેશે. અન્ય સ્ટેટની પોલિસી વેપારીઓ એ જોઈ પરંતુ તેમને લોભામણી ઓફરથી ઇન્સેન્ટિવ મળ્યું નથી. ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. લોભામણી લાલચમાં આવતા નહીં કારણ કે લોભામણી લાલચ ત્યાં આપવામાં આવે છે જ્યાં કોઈ જતું નથી.
ગારમેન્ટ ક્ષેત્ર પર સરકારનું ધ્યાન : કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સરકાર રેડીમેડ ગારમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને વેપારીઓને કટિબદ્ધતા જણાવી રહી છે. ફ્યૂચર રેડી 5F પર અમે ધ્યાન કેન્દ્રિત કરીને ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે. આ સાથે રેડીમેડ ગારમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી અન્ય દેશોને અમે ટક્કર આપી શકીએ.
- CM Bhupendra Patel: 25 જિલ્લામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ થકી 2500 કરોડથી વધુના MOU થયાં: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- Harsh Sanghvi in Lajpor Jail : જેલ તંત્રમાં સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં નોધપાત્ર વધારો, દિવાળીનો આનંદ બેવડાયો