સુરતમાં:આગની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે એનું એક કારણ ઉનાળો પણ છે. શહેરમાં ગઈકાલે રાતે ફોરવ્હીલ ગાડી માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સેટેલાઇટ રોડ ઉપર BMB માલિક વિપુલભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જ ગાડીના આગળના ભાગે બોનેટમાં આગ ભભૂકી ઉઠતા તેઓ રોડ વચ્ચે જ ગાડી મૂકી બહાર આવી હતા. આ જોતા તેમને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. મોટા વરાછા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. ગાડીમાં શોક સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો Surat News : બિલ્ડીંગની મીટર પેટીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ
તાત્કાલિક પહોંચ્યા: આ બાબતે મોટા વરાછા ફાયર વિભાગના ઓફિસર રાહુલ બાલાસરા જણાવ્યું કે, ગઈકાલે રાતે 11:37 કંટ્રોલ રૂમમાંથી કોલ આપવામાં આવ્યો હતો. મોટા વરાછા વિસ્તારમાં આવેલ સેટેલાઇટ રોડ ઉપર BMB ગાડીમાં આગ લાગી છે. જેથી અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. ગાડીમાં શોક સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું કહી શકાય છે.
આ પણ વાંચો Heart Attack : સુરતમાં પિતાને મળીને રોજી રોટી કમાવવા જતા યુવકને રસ્તામાં હાર્ટ એટેક આવ્યો, જુઓ CCTV
મારી ગાડીમાં આગ:આ બાબતે ગાડી મલિક વિપુલભાઈ જણાવ્યું હતું કે, હા મારી ગાડીમાં જ આગ લાગી હતી. હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક ગાડીની આગળના બોનેટ ઉપર ધુમાડો નીકળ્યો હતો. જેથી મેં પહેલા ગાડી રોકી બહાર આવી ગયો હતો. અચાનક જ નાનો ભડાકા જેવો અવાજ આવતા આગ લાગી ગઈ હતી. મેં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ગાડીઓ ગણતરી મિનિટમાં જ આવી ગઈ હતી. આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી છે મને ખ્યાલ નથી. જોકે રાતનો સમય હોવાના કારણે મારી ગાડી પાછળ બે થી ત્રણ ગાડીઓ જ હતી. જેથી ટ્રાફિક જામની સમસ્યા થઈ ન હતી.