ગુજરાત

gujarat

Surat News : સુરતની એક સોસાયટીમાં કાર ચાલકે 18 માસના બાળકને કચડી નાખ્યો, કાળજું કંપાવતો CCTV સામે આવ્યા

By

Published : Jul 15, 2023, 7:52 PM IST

સુરતના ઓલપાડની એક સોસાયટીમાં કાર ચાલકે બાળક પર ટાયર ફેરવી નાખ્યું છે. માસૂમ બાળક કચડતા કાર ચાલકને ભાન આવ્યું કે, કાર નીચે કઈ આવ્યું છે. જે સમગ્ર ઘટનાનો કાળજું કંપાવી ઊઠે એવા CCTV સામે આવ્યા છે.

Surat News : સુરતની એક સોસાયટીમાં કાર ચાલકે 18 માસના બાળકને કચડી નાખ્યો, કાળજું કંપાવતો CCTV સામે આવ્યા
Surat News : સુરતની એક સોસાયટીમાં કાર ચાલકે 18 માસના બાળકને કચડી નાખ્યો, કાળજું કંપાવતો CCTV સામે આવ્યા

રતની એક સોસાયટીમાં કાર ચાલકે 18 માસના બાળકને કચડી નાખ્યો

સુરત : જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બની રહેલી અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે આવી જ એક ઘટના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકમાંથી સામે આવી છે. ઉમરા ગામની એક સોસાયટીમાં રમી રહેલા 18 મહિનાના બાળકને એક કાર ચાલકે અડફેટે લીધો હતો. બાદમાં બાળકને ગંભીર ઈજાઓને પગલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો હતો હતો. બનેલી ઘટનાને લઈને ઓલપાડ પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

શું છે સમગ્ર ઘટના : કાળજું કંપાવી ઊઠે એવી બનેલી ઘટના સુરત જિલ્લામાં બની છે. વિગતવાર વાત કરીએ તો, ઓલપાડના ઉમરા ગામે આવેલ સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા ચિરાગ સંજયકુમાર પરસાણીયાનો 18 મહિનાઓ કશ્યપ જે સોસાયટીમાં નીચે રમી રહ્યો હતો. તે સમયે પાડોશમાં રહેતો વિશાલ કારને ફૂલ સ્પીડમાં ટર્ન લઇ રહ્યો હતો અને વિશાલે જોયા વગર જ બેદરકારીથી વળાંક લીધો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યાં રમતો 18 મહિનાઓ બાળક કશ્યપ કારની અડફેટે આવી ગયો હતો. કારના ટાયર નીચે વિશાલે માસૂમ બાળકને કચડતાની સાથે જ તેને ભાન આવ્યું કે કોઈ તેના ટાયર નીચે કઈ આવી ગયું છે, તાત્કાલિક તેણે બહાર આવીને જોતા તેના પાડોશમાં રહેતા ચિરાગભાઈના પુત્ર કશ્યપને તેણે ટક્કર મારી હતી.

ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અક્સ્માત નોતરી આરોપી કાર ચાલક બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં બાળકને હાજર તબીબે મરણ જાહેર કરતા જ તે ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.- વી.કે પટેલ (PI, ઓલપાડ પોલીસ મથકના ઇન્ચાર્જ)

બાળકના પિતાનું શું કહેવું : અકસ્માતમાં બાળક ગુમાવનાર પિતા ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો સોસાયટીમાં નીચે રમી રહ્યો હતો. તે દરમિયાન વિશાલે પોતાની કાર જોયા વગર હંકારી લાવીને મારા બાળક સાથે અકસ્માત સર્જ્યો હતો. કશ્યપને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તે સારવાર બાદ મૃત્યુ પામ્યો હતો.

  1. Vadodara Crime: ડ્રમમાંથી મૃત બાળક મળ્યું, માતાપિતાની શોધખોળ શરુ
  2. Surat News : ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો, ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવું યોગ્ય નથી
  3. Madhya Pradesh News : MPમાં પિતા બાળકોના મૃતદેહને થેલીમાં ભરી ઘરે લઈ ગયા, મેડીકલ કોલેજમાં એમ્બ્યુલન્સ ન મળી

ABOUT THE AUTHOR

...view details