સુરતઃકેન્દ્ર સરકારના અતિ મહત્વાકાંક્ષી ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટની (Surat Bullet Train Project )કામગીરી પૂરજોશમાં આગળ વધી રહી છે. કેન્દ્રીયપ્રધાનોની સીધી દેખરેખ ઉપરાંત આ પ્રોજેકટના ભાગીદાર એવા જાપાનની પણ સતત નજર મંડાયેલી રહે છે. શુક્રવારના રોજ જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતો વિભાગના ઉપપ્રધાન યાસુહીરો ઓકાનીશી અને તેમની ટીમે બુલેટ ટ્રેન પ્રોજેકટની વિવિધ સાઇટ્સની મુલાકાત લઈકામગીરીની સમીક્ષાકરી હતી.
સુરતમાં બનશે દેશનું પહેલું હાઇસ્પીડ રેલ્વે સ્ટેશન
દેશના વડાપ્રધાનના ડ્રૂમ પ્રોજેકટ ગણાતા આ પ્રોજેકટ સમયસર(Bullet Train Project) પૂરો થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)દ્વારા ચાલી રહેલી કામગીરીની વખતોવખત કેન્દ્રીયપ્રધાનો પણ મુલાકાત લેતા આવ્યા છે. બુલેટ ટ્રેનનું સૌથી પહેલું હાઇસ્પીડ રેલ્વે સ્ટેશન (HSR Station) પણ સુરતમાં બની રહ્યું છે.
આ પણ વાંચોઃBullet Train Project: સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ થશે, 520 જેટલા ટાવર ઊભા કરવામાં આવ્યા
સુરતથી લઈ મહારાષ્ટ્રના બાંદ્રાકુર્લા સુધીની સાઇટસનું નિરીક્ષણ
સુરતમાં બની રહેલા હાઇસ્પીડ રેલ્વે સ્ટેશન સાઇટ સહિતની દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની વિવિધ સાઇટ્સની શુક્રવારના રોજ જાપાનના ડેલિગેશને મુલાકાત લીધી હતી. જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતોના વિભાગના ઉપપ્રધાન યાસુહીરો ઓકાનીશી, હાઇસ્પીડ રેલ્વે (HSR)ના ડિરેક્ટર ઓફ ઓવરસીઝ ટોમોયુકી નાકાનો, NHSRCLના MD સતિશ અગ્નિહોત્રી સહિતના પ્રતિનિધિમંડળે વિવિધ બાંધકામ સાઇટ્સ અને સંબંધિત પ્રવૃત્તિની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળે ગુજરાતમાં વિવિધ કાસ્ટિંગ યર્ડ્સ, સુરત HSR સ્ટેશન સાઇટ્સ, વલસાડ નજીક દમણ ગંગા નદી પર બની રહેલા પુલની સાઇટ, મહારાષ્ટ્રના થાણે ક્રીક અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશન સાઇટની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે હાલમાં ચાલી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સુરતમાં બનશે ડાયમંડ આકારનું સ્ટેશન
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ( Construction of bullet train station at Antroli)થઈ રહ્યું છે. જે ડાયમંડ આકારનું હશે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ જે તે શહેરની ઓળખ પ્રમાણેની થીમ સ્ટેશન બનાવવામાં આવનાર છે. જાપાનના પ્રધાનની મુલાકાતથી આ પ્રોજેકટની કામગીરી વધુ ઝડપી બનશે એવી આશા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃSupervision of Bullet Train Project Operations : પાથરીમાં દર્શના જરદોશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીની ખરખબર લીધી