સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટ ટ્રેનની (Bullet Train Project) રફતારથી ચાલી રહી છે. સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરના રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે. સુરત જિલ્લાના આંત્રોલી ગામમાં જે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત મહત્વપૂર્ણ પણ છે કારણ કે, બુલેટ ટ્રેનનો સ્ટીલનો વપરાશ થશે તે સુરતની હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલની શાખા AMNS ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે.(Surat Bullet Train Project Performance)
બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક છે. સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરના રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે. કુલ 144.48 હેકટર જમીન અને 999 બ્લોકની સંપાદન કરવાના પ્રક્રિયા પૂર્ણ થતાં ઝડપી આ કામગીરી શરૂ થઈ ગઈ હતી. 28 ગામ વચ્ચેથી બુલેટ ટ્રેન પસાર થશે. હિંદુસ્તાનમાં આ પ્રકારનું જટિલ નિર્માણ કાર્ય પહેલીવાર થઈ રહ્યું છે અને એમાં સુરતે આગેવાની લીધી છે. પહેલા જે મશીનો વિદેશથી આવ્યા હતા એ હવે આપણે ત્યાં ચેન્નાઇ, સુરતનાં મશીનો પર કામ ચાલી રહ્યું છે. (Surat Bullet Train Project)
સુરત આપશે બુલેટ ટ્રેનને સારી ગુણવત્તા વાળું સ્ટીલબુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મેક ઇન ઇન્ડિયાનો દમખમ જોવા મળશે. બુલેટ ટ્રેન બનાવવા માટે જે સ્ટીલનો ઉપયોગ થશે તે ભારતની કંપની દ્વારા આપવામાં આવશે અને એનું કનેક્શન સીધું સુરત સાથે છે. સુરતની હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલની શાખા AMNS ઇન્ડિયા દ્વારા બુલેટ ટ્રેન માટે સારી ગુણવત્તાની સ્ટીલ આપવામાં આવશે. આ અંગેની જાહેરાત ઇન્ડિયાના ચેરમેન લક્ષ્મી મિત્તલએ સુરત ખાતે કરી હતી અને હાલ જાણવા મળી રહ્યું તે મુજબ સુરતની જ એક વિશાળકાય કંપની દ્વારા બુલેટ ટ્રેનના કોચ તૈયાર કરવામાં પણ આવી શકે છે. (Bullet train operation in Surat)
54 ફૂટ જમીનથી પર બુલેટ ટ્રેન દોડશેસુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં 54 ફૂટ જમીનથી ઉપર બુલેટ ટ્રેન દોડશે, એટલું જ નહીં 18 મીટરની ઊંચાઈએ રહેશે પિલર, 08 મીટર ઊંડું છે ફાઉન્ડેશન, 04 મીટર પહોળો રોડ પણ બનીને તૈયાર થઈ રહ્યો છે. સુરતમાંથી બુલેટ ટ્રેન 48 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થશે. અત્યારે 12 કિમી વિસ્તારમાં પિલરની કામગીરી કરી દેવામાં આવી છે. નવી ટેકનોલોજીના કારણે હાઈસ્પીડ પર ચાલતી બુલેટ ટ્રેન આરામદાયક અને કોઈપણ પ્રકારની જર્ક યાત્રીઓને અનુભવ કરવા દેશે નહીં. આ સંપૂર્ણ ધરતીકંપ પર રહિત તૈયાર કરવામાં આવી રહી છે. (bullet train project gujarat)