સુરતમાં બિલ્ડરે ફ્લેટ ગ્રાહકોને અંધારામાં રાખી લોન લઈને ગાયબ, 176 ફ્લેટ ધારકો રોડ પર... સુરત : બામરોલી વિસ્તારના શ્લોક આકેટના 176 ફ્લેટ ગ્રાહકો સાથે બિલ્ડરએ ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડરે બેંકમાંથી લોન લઈ લીધા પછી હપ્તા ન ભરતા બેન્કે ફ્લેટ સીલ કરવાની નોટીસ ફટકારતા 176 ફ્લેટ ધારકોના જીવ તાળવે ચોંટી ગયા છે. 10 વર્ષ પહેલા આ આર્કેટ બનાવવામાં આવ્યો હતો. તો આજે ફ્લેટ ખરીદનાર ધારકો બિલ્ડરને કારણે બેઘર થવાને આરે ઉભા છે. 9.45 કરોડ રૂપિયા લઇ આ ફ્લેટ વેચ્યા બાદ આ ફ્લેટ પર નાસિક મર્કન્ટાઇલ બેન્કમાંથી 10 કરોડની બારોબાર લોન લઇ હપ્તો નહીં ભરતાં બેન્કે સીલ કરવા નોટિસ ફટકારી હતી. તેમજ બ્લોક એન્ટરપ્રાઇઝના ભાગીદાર નવીન પટેલ અને મનોજ સિંગાપુરી વિરુદ્ધ ભોગ બનેલા ફ્લેટ ધારકોએ CID ક્રાઇમમાં ફરિયાદ આપી છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ શ્લોક આકેટનું બિલ્ડરો દ્વારા 2012માં પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. તેનો અમને દસ્તાવેજ પણ તૈયાર કરી આપ્યા હતા. તેઓ આ પ્રોજેક્ટ માટે અમને તમામ લોકોને અંધારામાં રાખી લોન લીધી હતી. તે લોનના પૈસા તેઓ ભરી શક્યા નહીં તેની માટે અમને બેંક નોટિસ આવી છે. અમારે ફ્લેટ ખાલી કાંતો પછી હવે આત્મહત્યા, રોડ પર રહેવાનો વારો આવ્યો છે. તેવી પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છીએ. અમે આ બાબતે બિલ્ડરોને પણ રજૂઆત કરી હતી. એક નહીં પરંતુ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તેઓ કરી રહ્યા છે કે, અમારી પાસે અત્યારે પૈસા નથી. તો હવે અમારે આ મામલે શું કરવું? જેથી હવે અમે મજબુર બન્યા છીએ અને સરકારનો સહારો લઈએ અમે પોલીસ ફરિયાદ કરી છે. ટોટલ 216 ફ્લેટ્સ છે તેમાંથી 173 ફ્લેટ લોન ઉપર છે. - ચેલા પટેલ (શ્લોક આર્કેટના પ્રમુખ)
લોકોની ઉંઘ હરામ : આ બાબતે શ્લોક આકેટના ફ્લેટ ગ્રાહક પીનલબેને જણાવ્યુ કે, અમને બિલ્ડરો દ્વારા NOC આપવામાં આવી નથી. આપે છે તો નકલી NOC આપી રહ્યા છે. તેઓ કહે છે કે, પૈસા ભરવાની અમારી પાસે પૈસા જ નથી. તો હવે અમારા છોકરાઓનું શું? તેઓ પણ ટેન્સનમાં આવી ગયા છે કે, અમે ફ્લેટ ખાલી કરીને ક્યાં જઈશું અમને રાતે ઉંઘ પણ નઈ આવતી.
આત્મહત્યા કરવાનો વારો : આ બાબતે શ્લોક આકેટના અન્ય ફ્લેટ ગ્રાહક જીગ્નેશ પટેલે જણાવ્યુ કે, બિલ્ડરે અમને અંધારામાં રાખીને આ પ્રોજેક્ટ માટે લોન લીધી હતી. કેટલાકને ખોટી NOC આપી છે. તે NOC માન્ય રાખવામાં આવી નથી. અમે તમામ ફ્લેટના ધારકો મજૂરી કામ કરીને પરિવાર ચલાવીએ છીએ, પરંતુ અમારું મકાન બેંકના અંડરમાં આવી ગયું છે. બિલ્ડરે આ રીતે અમારી સાથે છેતરપિંડી કરી છે. બિલ્ડરને અમારી વિનંતી છે કે તેઓ NOC આપે અને પૈસા ભરી દે. જો બિલ્ડર આવું ન કરે તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે.
શ્લોક એન્ટરપ્રાઇઝના ભાગીદાર નવીન હરગોવનદાસ પટેલ અને મનોજ હસમુખલાલ સિંગાપુરી દ્વારા બામરોલી ચાર રસ્તા પાસે ખુલ્લી જમીનમાં આયોજન કરાયું હતું. 2012માં તેમણે ડી વિંગમાં 501 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો. અમુક રકમ એડવાન્સ લઇ બંને બિલ્ડર્સ સાટાખત કરી આપ્યા હતા અને બાકીના રકમ બેન્કમાંથી લોન લઇ ચૂકવતાં બિલ્ડરે દસ્તાવેજ અને ફ્લેટનો કબજો આપી દેતાં તેઓ રહેવા પણ જતા રહ્યા હતા. 2015માં સોસાયટીમાં નાસિક મર્કન્ટાઇલ નલ બેન્ક ઉધના દરવાજા શાખા દ્વારા નોટિસ ચોંટાડવામાં આવી હતી. સોસાયટીના 216 ફ્લેટ પૈકી 186 ફ્લેટ આ બેન્કમાં મોર્ગેજ હોવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું. બંને ઓર્ગેનાઇઝરે આ રહીશોની જાણ બહાર આ ફ્લેટ બેન્કમાં મોર્ગેજ મૂકી 10 કરોડની લોન લઇ લીધી હતી. જે ભરપાઈ નહીં કરતા બેન્ક કબજો લેવાની તૈયારી કરી છે. - પી.બી.સંઘાણી (CIDના પોલીસ ઇન્સ્પેક્ટર)
અમદાવાદથી ફરીયાદ સોપવામાં આવી : વધુમાં જણાવ્યુ કે, આ પહેલા તમામ ફ્લેટ્સના ધારકો દ્વારા બિલ્ડરને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી. જેને કારણે ફ્લેટ ધારકોના પગ તળેથી જમીન ખસી ગઈ છે. બેઘર થવાને આરે પહોંચેલી 176 ફ્લેટ ધારકો દ્વારા અમદાવાદ CID ક્રાઇમને ફરિયાદ કરી છે. જે કેસ સુરત CIDને સોંપવામાં આવી છે. આ પહેલા પણ આ બિલ્ડર વિરુદ્ધ 2017માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તે સમય દરમિયાન બંનેને પકડવા માટે તેમના ઘરે રેડ કરી હતી, પરંતુ બંને મળી આવ્યા ન હતા અને અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. હાલ તો આ મામલે અમારી આગળની તપાસ ચાલુ છે.
- Surat Crime : રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ નીકળ્યો, પૈસા લઈને મુંબઈ દમણ તરફ રફુચક્કર થતો
- Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં
- Navsari Crime : ડિજિટલ ટ્રાન્જેક્શનથી રૂપિયાની લેતી દેતી કરતા લોકો માટે લાલબત્તી