સુરત શહેરના અડાજનમાં રહેતા એક બિલ્ડરે ત્રણ ભાગીદારોના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી જીવન ટૂંક (Suicide in Surat)આવી લીધું હતું. બિલ્ડરે આત્મહત્યા કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ (Suicide note)લખી હતી જેમાં ફોઈના છોકરા સહિત ત્રણ ભાગીદારોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. સોમવારે મોડી રાત્રે બિલ્ડરની આત્મહત્યા અંગે પોલીસે હાલ અકસ્માત મોત નોંધી આગળની (suicide in gujarat News )કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ ભાગીદારોના ત્રાસથી સુરતના એક બિલ્ડરે ઝેરી દવા પી જીવન ટૂંકાયું - સુરતમાં બિલ્ડરની આત્મહત્યા
સુરતમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં બિલ્ડરે ભાગીદારોના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી જીવન ટૂંક આવી લીધું હતું. બિલ્ડરે આત્મહત્યા કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટમાં ત્રણ ભાગીદારોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.Suicide in Surat, Surat builder commits suicide
બિલ્ડરે ઝેરી દવા પી જીવન ટૂંકાયુંઅડાજણ વિસ્તારમાં રહેતા બિલ્ડર 48 વર્ષે અનિલ રમણ પટેલે સોમવારે રાત્રે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા (Surat builder commits suicide)કરી લીધી હતી. અનિલ પોતાના કાકા શંકર, ગણપત અને ફોઈના દીકરા જતીન સાથે ભાગીદારીમાં પાલ ખાતે કલ્યાણ રેસીડેન્સીનું પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હિસાબ માટે ઘણા સમયથી આ ત્રણે ભાગીદારો માનસિક રીતે અનિલને ત્રાસ આપી રહ્યા હતા જેના કારણે તેમને આ પગલું ભરી લીધું હતું. અનિલએ સુસાઇડ નોટમાં મારા મોતનું કારણ શંકર કાકા, ગણપત કાકા અને જતીન છે. એમ આત્મહત્યા પહેલાં ત્રણ ભાગીદારોના નામ લખ્યા હતા.
જતીન છેલ્લા ત્રણ મહિનાથી ત્રાસ આપતોઆ સુસાઇડ નોટમાં અનિલએ કલ્યાણા રેસીડેન્સી પ્રોજેક્ટમાં ભાગીદાર પોતાના કાકા શંકર, ગણપત અને ભાઈ જતીન ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે ઉપરોક્ત ત્રણેય ભાગીદારોને કારણે હું આ પગલું ભરી રહ્યો છું. જતીન મને છેલ્લા ત્રણ મહિનાથી સતત ત્રાસ આપતો હતો. મારે કસ્ટમરને નવા નવા બહાના બતાવવા પડતા હતા. કષ્ટમર અને વેપારીઓને મોડું બતાવવા પણ મુશ્કેલ બની ગયું હતું. આપ લોકો મારી કોઈ વાત સાંભળતા ન હતા જેના કારણે આ પગલું ભરું છું. હાલ પોલીસે આ મામલે અકસ્માત મોત આગળની કાર્યવાહી હાથ ધરી છે.