સુુરતઃનારી તું કદી ના હારી, નારી તું નારાયણી આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે સુરતની બોર્ડની એક વિદ્યાર્થિનીએ. શહેર સહિત રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સુરતમાં ધોરણ 10માં ભણતી ચાર્મી નામની વિદ્યાર્થિનીને પગમાં ગંભીર ઈજા હોવા છતાં તે વોકરના સહારે પરીક્ષા આપવા પહોંચી હતી. આ પરીક્ષા માટે તેણે રાતદિવસ મહેનત પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પગમાં ઈજા હોવા છતાં વિદ્યાર્થિની પરીક્ષા આપવા આવતા તે સૌકોઈ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ હતી.
આ પણ વાંચોઃBoard Exam 2023 : પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે પત્નીને બોર્ડની પરીક્ષા અપાવતો પતિ
પરીક્ષા માટે કરી મહેનતઃ લાખો વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી રહ્યા છે. આ માટે તેમણે મહેનત પણ કરી છે, પરંતુ આવી મહેનત દરમિયાન જો કોઈને શારીરિક ઈજા થઈ જાય તો તેની સીધી અસર શારીરિક તો થશે જ, પરંતુ માનસિક રીતે પણ જોવા મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં પણ મનોબળ મજબૂત રાખી ધોરણ 10ની વિદ્યાર્થિની આજે પરીક્ષા આપવા પહોંચી હતી. એક મહિના પહેલાં એક રોડ અકસ્માતમાં તેનો પગ તૂટી ગયો હતો અને ઑપરેશન પણ કરાવવામાં આવ્યું હતું. ડૉક્ટરે તેને બેડરેસ્ટની સલાહ આપી હતી અને એક મહિના બાદ બોર્ડની પરીક્ષા પણ હતી. જોકે, પરીક્ષા માટે તેને આવી પરિસ્થિતિમાં પણ રાત દિવસ મહેનત કરી હતી.