સુરત: મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી વધુ રંગેચંગે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. સુરતમાં આયોજિત ગણેશ ઉત્સવ (Ganesh Chaturthi 2022)માટે મહિના પહેલાથી ગણેશજીની પ્રતિમાં બનાવવામાં આવતી હોય છે અને ગણેશજીની (Ganesh Chaturthi)આ પ્રતિમાના કારણે બંગાળથી આવનાર કારીગરોને રોજગારી મળે છે. કોલકાતાથી આવનારા આશરે 15થી વધુ કારીગરો પોતાની સાથે ગંગા નદીની માટી લઈને આવે છે અને મે મહિનાથી જ ગણેશજીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરે છે.
ગણેશ ઉત્સવને લઈને કારીગરો અતિ ઉત્સાહિત -કોરોનના કારણે દેશભરમાં બે વર્ષ સુધી ગણેશ ઉત્સવ(Statue of Ganesha) નિયમ અનુસાર ઉજવવામાં આવ્યા છે. આ વખતે એક કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા ગણેશજીની મોટી પ્રતિમાઓ મૂકવાની પરવાનગી આપવામાં આવી છે. જેને લઇને માત્ર ગણેશ ભક્તો જ નથી પરંતુ સુરતથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળથી આવનાર બંગાળી કારીગરો પણ અતિ ઉત્સાહિત છે. સંજય બાલા છેલ્લા 25 વર્ષથી બંગાળથી સુરત ગણેશજીની પ્રતિમાઓ બનાવવા માટે પોતાના કારીગરો સાથે આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન તેમને સુરતમાં રોજગારી મળે છે. તેમના થકી તેમના પંદરથી વધુ બંગાળી કારીગરો પણ રોજગારી મેળવે છે. ગણેશજીની પ્રતિમા બનાવવા માટે તેઓ બંગાળથી ગંગા નદીની માટી લઈને આવતા હોય છે અને જે પણ ગણેશજીની પ્રતિમા તેઓ બનાવે છે તેમાં માટીનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચોઃસુરતના ડેન્ટિસ્ટ દ્વારા 201 ડ્રાય કોકોનટથી તૈયાર કરાઇ ગણેશજીની પ્રતિમા