ગુજરાત

gujarat

By

Published : Jul 21, 2021, 11:01 AM IST

ETV Bharat / state

સુરતમાં દેશનો સૌથી મોટો 108 કિમીનો BRTS કોરિડોર બન્યો

સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે પોતાની ઓળખ વિશ્વભરમાં બનાવનાર સુરત શહેરે પોતાની નામે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌથી લાંબો BRTC રૂટ સુરતમાં આવેલો છે. હાલ જ પાલ અને ઉમરા બ્રિજનું લોકાર્પણ થવાની સાથે આ સિદ્ધિ સુરતને મળી છે. સુરત BRTC રૂટ હવે 108 કિલોમીટરનો થયો છે.

સુરતમાં દેશનો સૌથી મોટો 108 કિમીનો BRTS કોરિડોર બન્યો
સુરતમાં દેશનો સૌથી મોટો 108 કિમીનો BRTS કોરિડોર બન્યો

  • સુરતે માસ ટ્રાન્સપોર્ટેશનમાં પોતાનો ડંકો વગાડ્યો
  • ભારતમાં સૌથી વધારે BRTC રૂટ ધરાવનારમાંં સુરત નંબર વન
  • 13 જેટલા BRTC રૂટ પર 90 હજાર યાત્રિઓ યાત્રા કરે

સુરત :દેશભરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરનારૂ સુરત શહેર માસ ટ્રાન્સપોર્ટેશનમાં પણ હવે પોતાનો ડંકો વગાડ્યો છે .સિટી લિન્કની સાથે-સાથે હવે BRTC રૂટનો વ્યાપ વધારતા હવે આ રૂટ 108 કિલોમીટરનો થયો છે. જેથી હવે ભારતમાં સૌથી વધારે BRTC રૂટ ધરાવનાર શહેરમાં સુરત શહેર નંબર વન થઈ ગયું છે.

આ પણ વાંચો : BRTC બસ સ્ટેન્ડમાં લાગી આગ, TRB જવાને દોડી જઈ આગને પ્રસરતા અટકાવી

કનેક્ટિવિટી પૂરી થતા સુરતનો BRTC રૂટ 108 કિલોમીટરનો થયો

સુરત મહાનગર પાલિકાના તમામ ઝોનમાં BRTC રૂટ જોડાયેલા છે. પરંતુ થોડા દિવસ પહેલા કનેક્ટિવિટી અધૂરી હતી. કારણ કે, વર્ષ 2015માં પાલ-ઉમરા બ્રિજ બનવાની કામગીરી શરૂ તો થઈ હતી. પરંતુ અનેક અડચણોના કારણે સાત વર્ષ સુધી આ બ્રિજ તૈયાર થઈ શક્યો ન હતો. જેથી BRTCની કનેક્ટિવિટીમાં પણ અડચણ આવતી હતી. પરંતુ બ્રિજના લોકાર્પણના સાત વર્ષ પછી આ અડચણ દૂર થતા હવે આ કનેક્ટિવિટી પૂરી થતા સુરતનો BRTC રૂટ 108 કિલોમીટરનો થયો છે. 108 કિલોમીટરનો આ કોરિડોર ભારત દેશનો સૌથી લાંબો કોરિડોર બની ગયો છે.

આ પણ વાંચો : BRTS અકસ્માતઃ અમદાવાદમાં NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત

સુરત BRTCનો લાભ 90 હજાર લોકો લઇ રહ્યા

આ સિદ્ધિ અંગે સુરતના મેયર હિમાલી બોઘા વાળાએ જણાવ્યું હતું કે, 13 જેટલા BRTC રૂટ ચાલે છે. સિટી બસના 26 રૂપ છે. જેના કારણે લોકો આસાનીથી અને ઝડપથી અન્ય સ્થળ પર પહોંચી શકે છે. સુરત BRTCનો લાભ 90 હજાર લોકો લઇ રહ્યા છે. કામરેજથી લઈને કોસાડ સુધી અને હાલ જે પાલ-ઉમરા બ્રિજની કનેક્ટિવિટી થઈ છે. તેમાં જે રાંદેર ઝોન બાકી હતો તેનો પણ સમાવેશ થયો છે. ગયા વર્ષે સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ થતા બે નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતનો પણ સમાવેશ થયો છે. આ કોરિડોરનો લાભ આ લોકોને પણ મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details