- સુરત મહાનગરપાલિકા શહેરીજનોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ 100 ટકા કરાવવામાં સફળ રહી
- 34,32,737ના ટાર્ગેટ સામે, 34,36,213 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયા
- અત્યાર સુધીમાં 16,61,484 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો
સુરત : શહેરમાં 100 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે, અને આ અંગેની જાણકારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ટ્વિટ કરીને આપી છે. સુરત મહાનગરપાલિકા શહેરીજનોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે.
100 ટકા કરાવવામાં સફળ રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 34,32,737ના ટાર્ગેટ સામે 34,36,213 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી 100 ટકા વેક્સિનેશન કર્યું છે. જોકે અત્યાર સુધીમાં 16,61,484 લોકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. લોકો બીજો ડોઝ સમયસર લઈ શકે આ માટે પણ આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગના કર્મચારીઓએ સર્વેલન્સની કામગીરી કરી રહ્યા છે, અને લોકોને ટેલિફોનના માધ્યમથી સમયસર લગાવવા માટે અનુરોધ કરી રહ્યા છે.