સુરત:ખ્રિસ્તી સમાજ માટે ક્રોસ આસ્થાનું પ્રતીક છે. ત્યારે સુરતની લેબગ્રોન ડાયમંડ કંપનીએ ખાસ વિશ્વના પ્રથમ 17 કેરેટના ક્રોસ લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યા છે. જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશ્ચર્યનો વિષય (Cross Labgron Diamond)બન્યો છે. સુરતની લેબગ્રોન ડાયમન્ડ કંપનીએ ખાસ ડિઝાઇનના લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યા છે. જે વિશ્વમાં પ્રથમ વખત જોવા મળશે. ક્રોસ 17 કેરેટ સિંગલ પીસ, એમ્રેલ 14 કેરેટ, ડોલ્ફિન 12 કેરેટ, બટર ફ્લાય 13 કેરેટ અને ફિશ 12 કેરેટ આ લેબગ્રોન ડાયમંડ આકર્ષણના કેન્દ્ર બન્યા છે.
કૃત્રિમ ડાયમંડની ડિમાન્ડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધી - લેબગ્રોન ડાયમંડ લેબોરેટરીમાંથી (Labgron Diamond Laboratory)ઉત્પાદિત થાય છે અને કાચા હીરાની સરખામણીમાં તેની કિંમત 75 ટકા ડાઉન છે. લેબગ્રોન, સીવીડી કે સિન્થેટિક ડાયમંડ બધી રીતે રીયલ ડાયમંડ કરતા સસ્તા પડે છે અને તેની ચમક રીયલ ડાયમંડ જેવી હોય છે. જો સર્ટિફિકેટ ન હોય તો કોઇ સામાન્ય વ્યક્તિ નહીં પણ ખુદ હીરાના વેપારીઓપણ રીયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેનો ભેદ પારખી શકે તેમ નથી. આથી સુરતના હીરા ઉદ્યોગકારોએ (Diamond industrialist from Surat)કૃત્રિમ ડાયમંડના ધંધામાં ઝંપલાવ્યું છે. કોરોના કાળમાં કૃત્રિમ ડાયમંડની ડિમાન્ડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધી છે. છેલ્લા ઘણા સમયથી લેબ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આજ કારણ છે કે તેને આકર્ષક બનાવવા માટે સુરતની દરેક કંપનીઓ અવનવા આકાર આપી રહ્યા છે.
આ પણ વાંચોઃસુરત: ડાયમંડ કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનમાંથી જપ્ત કરાયેલા હીરા થશે મુક્ત