ગુજરાત

gujarat

ETV Bharat / state

Bageshwar Dham : ફરી સુરતમાં શાસ્ત્રીને ઓપન ચેલેન્જ, પ્રશ્નોના સાચા જવાબ આપશે તો 2 કરોડ

સુરતમાં ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓપન ચેલેન્જ કરવામાં આવી છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાના સભ્યે કહ્યું કે, દેશમાં ક્યાંથી આંતકવાદીઓ ઘૂસે છે, કેવી રીતે બોમ્બ ફૂટે છે તેવા અનેક સવાલના જવાબ આપી દે તો 2 કરોડ રૂપિયા આપીશ. જવાબ ન આપી શકે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

Bageshwar Dham : ફરી સુરતમાં શાસ્ત્રીને ઓપન ચેલેન્જ, પ્રશ્નોના સાચા જવાબ આપશે તો 2 કરોડ
Bageshwar Dham : ફરી સુરતમાં શાસ્ત્રીને ઓપન ચેલેન્જ, પ્રશ્નોના સાચા જવાબ આપશે તો 2 કરોડ

By

Published : May 18, 2023, 5:02 PM IST

Updated : May 18, 2023, 5:41 PM IST

સુરતમાં ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓપન ચેલેન્જ

સુરત : બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીને સુરત અંધશ્રદ્ધા નિવારણ શાખા તરફથી ઓપન ચેલેન્જ કરવામાં આવી છે. એટલું જ નહીં તેમને બે કરોડ રૂપિયાની ઓફર કરાઈ છે. શાખાના સભ્ય મધુભાઈ એ પોતાની મિલકત આપી બે કરોડ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવાની જાહેરાત કરી છે, પરંતુ શરત મૂકી છે કે તેઓને તેમના અનેક પ્રશ્નોના સાચા ઉત્તર આપવાનું રહેશે.

કાર્યક્રમ રદ કરવાની માંગણી : બાગેશ્વર ગામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને વિરોધ પણ સામે આવ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણના મધુભાઈ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી તેઓના પ્રશ્નોના સાચા જવાબ આપશે તો તેઓની મિલકત વ્હેંચીને 2 કરોડ રૂપિયા આપવાની વાત તેઓએ કરી છે. અગાઉ સંસ્થાએ સુરત જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આ કાર્યક્રમને રદ કરવાની પણ માંગણી કરી હતી.

અમે ધીરેન્દ્ર શાસ્ત્રીજીને ખુલ્લી ચેલેન્જ આપી છે. જો ખરેખર તેઓ જાહેરમાં અમારા પ્રશ્નોનો જવાબ આપી શકે તો હું મારી મિલકત વ્હેચીને 2 કરોડ રૂપિયા આપીશ પરંતુ જો તેઓ જવાબ ન આપી શકે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમે ધરતીકંપ ક્યાં કેટલા સ્કેલનો થાય, કેટલાક વિસ્તારમાં થાય અને કેટલા તેમાં પશુ પક્ષી સહિત કેટલી જાનહાની થાય, આ ઉપરાંત દેશમાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય અને દેશના વીર જવાનો શહીદ થાય છે, ત્યારે અમને દુઃખ થાય છે. તો ક્યાં અને કેવી રીતે બોમ્બ ફૂટશે, ક્યાથી આંતકવાદીઓ ઘૂસે છે. તેની માહિતી આપે, આ ઉપરાંત વરસાદ ક્યાં કેટલો પડશે, ક્યાં પુરા પડશે તેની માહિતી આપે.- મધુભાઈ (અંધશ્રદ્ધા નિવારણ)

આયોજન થતું હોય તો વિરોધ થતો હોય છે :મહત્વનું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત આગમનને લઈને અંધશ્રદ્ધા નિવારણ શાખા તરફથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ અંગે લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે, અમે પણ પહેલી વાર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજને જોવાના છીએ. અમે ટીવી પર તેઓને લોકોની સમસ્યાને હલ કરતા જોઈ છે. પરંતુ લોકોને શ્રદ્ધા છે કે બાબા અમારા પ્રશ્નો હલ કરશે અને આટલું મોટું આયોજન થતું હોય તો વિરોધ પણ થતો હોય છે, પરંતુ જે લોકો વિરોધ કરે છે. તેઓ પણ ત્યાં આવશે અને તેના પણ પ્રશ્ન હલ થશે.

Dhirendra Shastri : લ્યો બોલો, ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપનાર બેંકના CEOને ફોન પર મળી ધમકી

Dhirendra Shastri : સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને વિવાદ, દરબાર રદ કરવાની અરજી કલેકટરને

Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા

Last Updated : May 18, 2023, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details