ગુજરાત

gujarat

ETV Bharat / state

Baba Bageshwar in Gujarat : સુરતમાં ફાઇસટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે તેવા રંગીન ફાર્મ હાઉસમાં શાસ્ત્રી રોકાશે - Lavji Badshah Gopin Farm House

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ફાઇસટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે એવા લક્ઝરીયસ ફાર્મ હાઉસમાં રોકાશે. આ ફાર્મ હાઉસનો ઇન્ટિરિયર આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે. જેમાં સ્વિમિંગ પૂલ, હોમ થિયેટર અને સ્પાની તમામ સુવિધાઓ છે. તેમજ શાસ્ત્રીના કાર્યક્રમને લઈને 1100થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

Bageshwar Dham : સુરતમાં ફાઇસટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે તેવા રંગીન ફાર્મ હાઉસમાં શાસ્ત્રી રોકાશે
Bageshwar Dham : સુરતમાં ફાઇસટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે તેવા રંગીન ફાર્મ હાઉસમાં શાસ્ત્રી રોકાશે

By

Published : May 25, 2023, 6:36 PM IST

Updated : May 26, 2023, 7:40 PM IST

સુરતમાં ફાઇસટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે તેવા રંગીન ફાર્મ હાઉસમાં શાસ્ત્રી રોકાશે

સુરત : બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ફાઈવ સ્ટાર હોટલ અને રિસોર્ટને ટક્કર આપે એવા ફાર્મ હાઉસ ખાતે સુરતમાં રહેશે. તેઓ બે દિવસ સુધી સુરતના મોટા બિલ્ડર લવજી બાદશાહના લક્ઝરીયસ ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે. તારીખ 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે. જેમાં અઢી લાખથી પણ વધુ લોકો હાજર રહેશે. દિવ્ય દરબાર પહેલા તેઓ એક કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે. જેને લઇ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સુરતમાં શાસત્રીનો કાર્યક્રમ : તારીખ 26 અને 27 મે ના રોજ દિવ્ય દરબારમાં હાજરી આપવા પહેલા તેઓ 25મી મેના રોજ સાંજે એરપોર્ટ આવશે. એરપોર્ટથી તેઓ સુરતના નામાંકિત બિલ્ડરના ગોપીન ફાર્મ ખાતે જશે અને બે દિવસ ત્યાં જ રોકાશે. આ ફાર્મ હાઉસ ગુજરાતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહનો છે. ફાઇસટાર હોટલ અને રિસોર્ટને ટક્કર આપનાર આ ફાર્મ હાઉસ તાપી નદી કિનારે છે. જેની અંદર સ્વિમિંગ પૂલ, હોમ થિયેટર, સોલ્યુશન, મંદિર અને સ્પાની તમામ સુવિધાઓ છે. જે એક હોટલની અંદર લોકોને મળતી હોય છે. આ ફાર્મ હાઉસનો ઇન્ટિરિયર આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે. ફાર્મ હાઉસ 20,000 સ્ક્વેર મીટરમાં તૈયાર થયું છે.

ઓપન જીપ્સી રોડ શો કરશે :બહુચર્ચિત અને હંમેશાથી વિવાદમાં રહેનાર બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસે સુરતની મુલાકાતે છે. તેઓના દિવ્ય દરબારમાં જે લોકો અરજી લઈને આવશે. તેમાંથી કેટલાક લોકોની સમસ્યા અંગે વાતચીત કરશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન અઢી લાખ લોકો આ દિવ્ય દરબારમાં બે દિવસ સુધી હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં પહોંચવા પહેલા એક કિલોમીટર લાંબો ઓપન જીપ્સી રોડ શો કરશે અને દિવ્ય દરબારમાં રોડ શોના માધ્યમથી પ્રવેશ કરશે. હિન્દુ રાષ્ટ્ર અને સનાતન સિવાય અનેક ભક્તોની અરજી અંગે ચોંકાવનારો ખુલાસો ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

1100થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત :ધાર્મિક કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુધી જ્યારે સુરતમાં રોકાશે, ત્યારે ચુસ્ત પોલીસ ગોઠવી દેવામાં આવશે. તેમની સભા છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અગાઉથી જે તૈનાત કરી દેવામાં આવ્યો છે. આશરે 1100થી પણ વધુ પોલીસ કર્મચારીઓ તમામ જગ્યાએ તૈનાત રહેશે. સાથે 500થી પણ વધારે સુરક્ષા કર્મીઓ પ્રાઇવેટ કંપનીના પણ ત્યાં હાજર રહેશે. દિવ્ય દરબાર સ્થળે 22 જેટલી એન્ટ્રી ગેટ છે. 3 DCP4 ACP અને છ જેટલા 6 PI સહિત 8 PSI સુરક્ષા માટે રહેશે. બાગેશ્વર ધામ આયોજન સમિતિમાં 20 જેટલા સભ્યો છે. જેમાં ભાજપના બે ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓ પણ સામેલ છે

અમે આયોજન માટે અલગ અલગ બાર જેટલી સમિતિઓ બનાવી છે. તેમાં અલગ અલગ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. પાણી સમિતિ, ફાયર સમિતિ જેવી 12 સમિતિઓ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે લોકોની ખૂબ જ શ્રદ્ધા છે. જેથી બેથી અઢી લાખ લોકો આવી શકે છે. આ લોકોને કોઈ હાલાકી ન થાય આ માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને આમંત્રણ આપ્યું છે તેઓ પણ હાજર રહેશે.- સંગીતા પાર્ટી (ધારાસભ્ય)

40 બાય 100નું સ્ટેજ :તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દિવ્ય દરબાર જ્યાં યોજાય છે, ત્યાં પાંચ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 40 બાય 100નું સ્ટેજ એક બનાવવામાં આવ્યું છે. 40થી વધુ એલઇડી રહેશે, 50થી વધુ હેલોજન અને ઠેર ઠેર ટીવી સ્કિન લગાડવામાં આવ્યા છે. ગરમીના કારણે પંખા અને એસીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે પાંચ વાગ્યા દરબારનું આયોજન કરાવ્યું છે. લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તે માટે આ સ્થળ પર જ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

Baba Bageshwar in Gujarat: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈ તૈયારીઓ શરૂ, સુરતમાં રોડ શૉ

Bageshwar Dham : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FRI કરવાની વિજ્ઞાન જાથાએ કરી માંગ

Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને ત્રિપાંખ સાધુ સમાજનો ટેકો

Last Updated : May 26, 2023, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details