સુરત :શહેરમાં ફરી પાછી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંચ મહિનાનું બાળક રમતા રમતા બીજા માળેથી નીચે પટકાયા હોવાની ઘટના સામે આવી છે. સુરતના પલસાણા વિસ્તારમાં આવેલા તુલસી રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય નિલેશ યાદવ જેવો ત્યાં જ ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાનો છે. જેમાં એક પાંચ વર્ષનો છોકરો અને એક પાંચ મહિનાની આશિકા દીકરી છે. આશિકાની માતા આજરોજ બપોરના સમય દરમિયાન કામ કરીને સુઈ રહ્યા હતા, ત્યારે જ આશિકાની જાગીને રમતા રમતા ગેલેરી સુધી પહોંચી ગઈ અને ત્યાંથી નીચે પડી ગઈ હતી.
આ પણ વાંચો :Surat News : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા રમતા બાળક ત્રીજા માળેથી પટકાયું
શું છે સમગ્ર મામલો : જોકે દીકરીના ફઈની નજર જતા તેણે બૂમાબૂમ કરતા નીચે ઉતરી હતી. તેને લઈને સૌ પ્રથમ સરકારી હેલ્થ સેન્ટરમાં ગઈ હતી અને ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હાલ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. આ બાબતે બાળકીના પિતા નિલેશ યાદવે જણાવ્યું કે, મને મારી નાની બહેનનો ફોન આવ્યો કે, આશિકા ઘરેથી નીચે પડી ગઈ છે. અમે તેને લઈને સરકારી હોસ્પિટલ લાવ્યા છીએ. જેથી હું કડોદરાની સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો, ત્યાંથી મને જાણવા મળ્યું કે, આશિકાની તબિયત સિરિયસ હોવાને કારણે તેને 108માં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી છે. હું અહીં હોસ્પિટલ પહોંચ્યા છું અહીં ડોક્ટરો દીકરીની સારવાર કરી રહ્યા છે.
આ પણ વાંચો :Surat News : મોબાઇલમાં ગેમ રમતાં કોલેજીયન નીચે પટકાયો, એકના એક દીકરાને ગુમાવતાં માતાપિતા
કેવી રીતે નીચે પટકાઈ :વધુમાં જણાવ્યુ કે, આશિકાની માતા કામ કરીને સુઈ રહી હતી, ત્યારે જ તેને ફઈ કચરો નાખવા માટે બહાર ગઈ અને અચાનક જ આશિકા ઉઠી ગઈ હતી. આશિકા રમતા રમતા ગેલેરી સુધી પહોંચી ગઈ હતી. ગેલેરી પણ ખુલ્લી હતી. તેને ફઈ આવીને જોયુ કે, આશિકા કસે નજર નહીં આવતા તેણે ગેલેરીમાં જઈને જોયું હતું તો નીચે આશિકા પડી જોવા મળી હતી. તે બુમાબુમ કરતા નીચે ગઈ હતી. આશિકાના નાકમાંથી ખુબ જ બ્લડિંગ થઈ રહ્યું હતું. ત્યાંથી તેને હોસ્પિટલ લઈ આવવામાં આવી છે.