સુરત પટાયા ખાતે આયોજિત થનાર એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં( Asian Aerobic Championship 2022)આખા ગુજરાતમાંથી સુરતના નવ જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે. જેમાં છોકરા છોકરી બંનેનો સમાવેશ થાય છે. ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરનાર આ સુરતના ખેલાડીઓ 25 વર્ષ જુના સાધનો પર પ્રેક્ટિસ કરી આ મુકામ હાંસિલ કર્યો છે. જોકે આર્થિક રીતે કોઈપણ મદદ નહીં મળતા તેઓ પોતે પોતાના ખર્ચે આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં(Surat athletes selected)ભાગ લેવા જઈ રહ્યા છે તો કેટલાક સિલેક્ટ થવા છતાંપણ આર્થિક કારણોસર આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકે એમ નથી.
સુરતમાંથી 9 ખેલાડીઓ સિલેક્ટથાઈલેન્ડમાં એશિયન એરોબિક ચેમ્પિયનશિપનું 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન (Asian Aerobic Championships organized in Thailand )આયોજન થનાર છે. આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી સુરતના નવ જેટલા ખેલાડીઓ સિલેક્ટ (surat athletes selected for asian aerobic championship 2022)થયા છે. આ તમામ સામાન્ય પરિવારથી આવનાર ખેલાડીઓ છે. ખેલાડીઓની પરિવારની આર્થિક પરિસ્થિતિ આટલી સારી નથી કે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષામાં આયોજિત ચેમ્પિયનશિપમાં જઈ શકે, કારણ કે આ ચેમ્પિયનશિપમાં તમામ ખર્ચો ખેલાડીઓને ઉઠાવવાનું હોય છે અને કોઈપણ પ્રકારની મદદ તેમને મળતી નથી અને ત્યાં જવા માટે એક ખેલાડીને દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે. સુરતમાંથી 9 ખેલાડીઓ સિલેક્ટ થયા છે. પરંતુ એમાંથી પણ ઘણા એવા છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ પોતાનું મન મારીને પટાયા જઈ રહ્યા નથી.
અઢી લાખ રૂપિયા લોન લીધીએશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં (athletes selected from surat)જવા માટે આશરે 15 રાજ્યના 80 ખેલાડીઓએ મિક્સ પેર જીમનાસ્ટિક માં ભાગ લીધો હતો. જેમાંથી બીજા ક્રમે સુરતના ચૌહાણ નિશાંત પણ આવ્યો હતો. તે સમયે તેની ખુશી બમણી હતી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે ત્યાં જવા માટે સ્વખર્ચે દોઢ લાખ રૂપિયો ખર્ચ કરવો પડશે, ત્યારે તેના સપના કાચની જેમ તૂટી ગયા હતા. ત્રણ મહિના પહેલા આજે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે ગયો હતો, ત્યારે પરિવારના સભ્યોએ અઢી લાખ રૂપિયા લોન લીધી હતી. નિશાંત ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ જીમનાસ્ટિકમાં તેને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે. આટલી ઉપલબ્ધિ હોવા છતાં તે આર્થિક કારણોસર સિલેક્શન થવા બાદ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં.
આર્થિક સપોર્ટ કરી શકે એમ નથીનિશાંત ચૌહાણએ જણાવ્યું હતું કે, એશિયન જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ માટે ચંડીગઢ ખાતે અમારું સિલેક્શન થયું હતું અમારું બીજો નંબર આવ્યો હતો. વ્યવસ્થિત આર્થિક સપોર્ટ ન હોવાના કારણે હું પટાયા જઈ શકું એમ નથી. મારા જીવનની સૌથી મોટી તક હું ગુમાવવા માટે મજબૂર છું જે સંપૂર્ણ ખર્ચ છે તે દોઢ લાખ સુધીનું હોય છે અને તે ખેલાડીઓને જ ઉઠાવવું પડતું હોય છે અને મારા પરિવારમાં મારા પિતા અને માતા મળીને 20000 રૂપિયા પ્રતિ માસ કમાવી રહ્યા છે. બંને મળીને મને આર્થિક સપોર્ટ કરી શકે એમ નથી. હું કોલેજના બીજા વર્ષમાં ભણું છું. ત્યાં પણ મને સ્પોર્ટ્સ ક્વોટામાં જ એડમિશન મળ્યું છે.