સુરત : દિન પ્રતિદિન કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે માર્કેટમા કામ કરતા ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા. શાકભાજી મારફતે કોરોના વાઇરસ લોકોમા વધુ ન ફેલાય તે અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામા આવ્યો હતો. જેમા 9 થી 14 મી મે સુધી APMC માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.
મધ્યરાત્રીથી સુરત APMC ફરી એકવાર ધમધમશે - માર્કેટના વેપારીઓમા તૈયારીઓને લઇને ઉત્સાહ
પાંચ દિવસ APMC બંધ રહ્યા બાદ આજથી વેપારીઓ પોતાના શાકભાજી માર્કેટમાં મૂકી તૈયારીઓ કરી શકશે. આ સાથે આજે રાત્રે બાર કલાકથી માર્કેટમા ખરીદ-વેચાણ પણ કરી શકશે. જો કે માર્કેટના વેપારીઓમા તૈયારીઓને લઇને ઉત્સાહ જોવા મળ્યો નહતો.
આ નિર્ણયને કારણે ખેડૂતોને પ્રતિદિન રૂપિયા પાચ કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ સાથે સાથે ખેડૂત સમાજ દ્વારા માર્કેટ વહેલી ખોલવા માટે મનપાને રજૂઆત કરવામા આવી હતી. રજૂઆત બાદ મનપા દ્વારા માર્કેટમા 13 મે થી તૈયારી કરવાની અનુમતિ આપી દેવામા આવી હતી. આ સાથે આજે બુધવારના રાત્રિના 12 કલાકથી માર્કેટમા ખરીદ-વેચાણની અનુમતિ આપી દેવામા આવી હતી.
માર્કેટ જ્યારે ખોલવાનું છે તે પહેલા ફાયર વિભાગ દ્વારા આખા માર્કેટને સેનેટાઇઝ કરવામા આવ્યુ હતું. જો કે મનપા દ્વારા અનુમતિ આપ્યા બાદ પણ વેપારીઓમા તૈયારીને લઇ ઉત્સાહ જોવા મળ્યો નહતો.