સુરત: જિલ્લા APMC દ્વારા પણ તંત્રને રજૂઆત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સુરતમાં ગુરુવારથી કેરીના વેચાણનું મૂહુર્ત કરી દેવામાં આવ્યું છે. જ્યાં શહેરના અલગ-અલગ પાંચ જેટલા સેન્ટરો પરથી કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
સુરત APMC ફરી ધમધમતું થતા ખેડૂતોને મોટી રાહત મળી - ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન
ગુરુવારથી સુરત APMC અને કૃષિ બજાર ફરી ધમધમતું થતા શાકભાજીનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરત જિલ્લા સહિત રાજ્ય બહારથી શાકભાજીનો મોટો જથ્થો સુરત APMCમાં ઠાલવવામાં આવે છે. જો કે, હાલ કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિના કારણે રાજ્ય બહારના જિલ્લામાંથી આવતા ખેડૂતોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, જેના પગલે APMCમાં શાકભાજીનો પૂરતો જથ્થો હાલ આવી રહ્યો નથી.
સુરત APMC ફરી ધમધમતું થતાં ખેડૂતોને મોટી રાહત મળી
કેરીની ફૂલ સિઝન શરૂ થતા હજુ પાંચથી છ દિવસ જેટલો સમય લાગી શકે છે. પરંતુ બાદમાં કેરીની આવકમાં વધારો થશે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન સુરત APMC બંધ રહેવાના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. પરંતુ હાલ APMC ફરી ધમધમતું થતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. જ્યારે કૃષિ બજારમાં શાકભાજીનું વેચાણ થતા સુરતવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.