ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat APMC : ખેડૂતો પાસેથી ટામેટા અને કેરી લઈ સુરત એપીએમસી 17 પ્રોડક્ટ્સ બનાવી વિદેશમાં વેચી રહી છે - ફ્રુટ પ્રોસેસિંગ પ્લાન્ટ

ખેડૂતોની આવક બમણી થાય તે માટે સુરત એપીએમસી માર્કેટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સુરત ખેતીવાડી માર્કેટ એપીએમસીના 17 ઉત્પાદનો દક્ષિણ ગુજરાતના સુમુલ ડેરી પાર્લરમાં મૂકાશે. એટલું જ નહીં, રશિયા, દુબઈ સહિત અન્ય દેશોમાં પણ આ પ્રોડક્ટ ઉપલબ્ધ રહેશે.

Surat APMC : ખેડૂતો પાસેથી ટામેટા અને કેરી લઈ સુરત એપીએમસી 17 ઉત્પાદનો બનાવી વિદેશમાં વેચી રહી છે
Surat APMC : ખેડૂતો પાસેથી ટામેટા અને કેરી લઈ સુરત એપીએમસી 17 ઉત્પાદનો બનાવી વિદેશમાં વેચી રહી છે

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 3:41 PM IST

સુમુલ પાર્લરમાંથી મળી રહેશે આ પ્રોડક્ટ

સુરત:વાર્ષિક 2600 કરોડના શાકભાજીના વેપાર સહિત ફ્રુટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં એપીએમસી કેચઅપ, જ્યુસ, મેંગો પલ્પ, ટોમેટો પ્યુરી સહિતની 17 જેટલી પ્રોડક્ટ તૈયાર કરે છે. અલગ અલગ ફ્રુટ ઉત્પાદન ખેડૂતો પાસેથી લઈ એપીએમસી તેને પ્રોસેસિંગ પ્લાન્ટમાં તૈયાર કરી રહી છે અને તેને માત્ર સુરત જ નહીં પરંતુ વિદેશના માર્કેટમાં પણ વેચી રહી છે. કુલ 17 પ્રકારની પ્રોડક્ટસ એપીએમસી દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને આ તમામ પ્રોડક્ટ બનાવવા માટે સીધે ખેડૂતો પાસેથી ઉત્પાદન લેવામાં આવે છે. આ તમામ પ્રોડક્ટ રશિયા, દુબઈ, જર્મની, જાપાન સહિતના દેશોમાં મોકલવા માટે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવે છે.

150 સુમુલ ડેરીના પાર્લર તેમજ આઉટલેટ પર ઉપલબ્ધ :ખેડૂતોની આવક માત્ર શાકભાજી વેચાણ પૂર્તિ ન રહે અને તેમના ઉત્પાદનને એક અલગ ઓળખ મળી શકે આ હેતુથી એપીએમસી દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટમાં ઉત્પાદનો લઈ અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવી રહ્યા છે. માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ ડોમેસ્ટિક બજારમાં પણ આ પ્રોડક્ટ મળી રહે આ હેતુથી હાલમાં જ એપીએમસીએ સુમુલ ડેરી વચ્ચે કરાર પણ કર્યા છે અને નવરાત્રીથી આ તમામ પ્રોડક્ટ દક્ષિણ ગુજરાતના 150 સુમુલ ડેરીના પાર્લર તેમજ આઉટલેટ પર ઉપલબ્ધ રહેશે. ભેળસેળ વગર અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ લોકો સુધી પહોંચશે

ખેડૂતો પાસેથી સીધા ટામેટા અને કેરી સહિતના પાકની ખરીદી કરીએ છીએ અને કોઈપણ પ્રકારના ભેળસેળ વગર અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ. પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવે છે અને હવે ડોમેસ્ટિક માર્કેટમાં મળી રહેવા માટે સુમુલ ડેરી સાથે પણ અમે કરાર કરી રહ્યા છે. લોકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સાથેની આ પ્રોડક્ટ મળે અને સાથોસાથ ખેડૂતોની આવક બમણી થાય આ હેતુથી આ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે...સંદીપ દેસાઈ (ચેરમેન, સુરત એપીએમસી )

સારી કિંમત મળી રહેશે :ખેડૂત મનીષ દેસાઈએ જણાવ્યું હતું કે, હું બારડોલીનો ખેડૂત છું. ખૂબ જ આનંદની વાત છે કે એપીએમસી હવે અમારી પાસેથી કેરી અને ટામેટા લઈ અનેક પ્રકારના પ્રોડક્ટ બનાવી રહી છે. પહેલા જે શાકભાજી અને ફ્રુટ આવતા હતાં તે અમે એપીએમસીને જાતે આપતા હતા અને તે વેપારીઓને મોકલતા હતાં. જ્યારે આ પ્રોડક્ટ એપીએમસીમાં બનવા લાગશે તો તેનો ઉપયોગ વધારે થશે અને અમારા માલનું વેચાણ પણ સારી રીતે થઈ શકશે. એપીએમસી પોતે વેચાણ કરશે તો અમને સારી કિંમત મળી રહેશે.

  1. Surat News : સુરતમાં ટામેટાં વીણતી મહિલા મામલે એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈનું નિવેદન
  2. આત્મનિર્ભર અભિગમ: સુરત APMCએ ટામેટા કેચઅપ બનાવવાનું કર્યુ શરૂ
  3. સુરતમાં માર્કેટમાં છૂટક શાકભાજી અને ફ્રુટના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details