સુરત:શહેરની ACB ટીમએ ફાયર ઓફિસર સહીત અન્ય એક વ્યક્તિને 30,000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા હાલ બંને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ફાયર ઓફિસર છટકામાં ભેરવાતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો
સુરત ACB ટીમએ ફાયર ઓફિસર સહીત(Surat Fire Department ) અન્ય એક વ્યક્તિને 30,000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યો છે. આ મામલે આ કામના ફરિયાદીએ કોમર્શીયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ (Shopping Center Fire Safety NOC)કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના(Surat Municipal Corporation) ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરી હતી. જેમાં આરોપી બેચરભાઈ કરમણભાઈ સોલંકી ફાયર ઓફિસર વર્ગ-૩ મોટા વરાછા જેમણે ફરિયાદી પાસે NOC રીન્યુ કરાવવા માટે 30,000 રૂપિયા લાંચ માંગી હતી. જેને લઇ(Surat Anti Corruption Bureau) ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા તો તેમણે ACBનો સંપર્ક કર્યો અને ACB ટીમે આજરોજ શહેરના મોટા વરાછા ખાતે આવેલ ચા એન્ડ કોફી શોપ પાસે વોચ ગોઠવી ફાયર ઓફિસના એક ખાનગી વ્યક્તિ જેમનું નામ સચિનભાઈ અરજણભાઈ ગોહિલને ફરિયાદીએ 30,000 રૂપિયા આપતાં આરોપી સચિનભાઈ અરજણભાઈ ગોહિલએ 30,000 રૂપિયા લેતા જ રંગે હાથે ઝડપી પડ્યો હતો. ત્યાર બાદ આરોપી સચિનભાઈ અરજણભાઈ ગોહિલએ આરોપી બેચરભાઈ કરમણભાઈ સોલંકી ફાયર ઓફિસર સાથે હેતુલક્ષી વાત કરી ACB ટીમે બંને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જોકે ફાયર ઓફિસર કક્ષાનો અધિકારી 30 હજારના છટકામાં ભેરવાતામામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.