ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત એરપોર્ટ ટર્મિનલનો વિસ્તૃત ભાગ 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદીનાં હસ્તે ખુલો મુકાશે, હેરિટેજ ઇમારતનો લૂક અપાયો - PM Modi

શહેર એરપોર્ટ ટર્મિનલ વિસ્તરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે એરપોર્ટના આ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનો લુક બદલાઈ ગયો છે. તેનો બાહ્ય દેખાવ હવે લાકડાના અવતારમાં દેખાય છે. જે હેરિટેજ નું પ્રતિનિધિત્વ કરે છે. ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની સંસ્કૃતિ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા દર્શાવવામાં આવી છે. આ એરપોર્ટ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 353.25 કરોડ રૂપિયા હતો. આ પ્રોજેક્ટમાં ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેક નું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 6:25 AM IST

સુરત : એરપોર્ટ મુસાફરો માટે 20 ચેક-ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર વગેરે જેવી સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ વિસ્તરણ પછી, એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરોને સેવા આપવા સક્ષમ છે. સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટરનું છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુ લગભગ વિસ્તૃત કરવામાં આવી છે. જે કુલ 17,046 ચોરસ મીટર છે. આવી સ્થિતિમાં, 17 ડિસેમ્બરથી વિસ્તૃત ભાગ શરૂ થયા પછી, ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25,520 ચોરસ મીટર થઈ જશે. આનાથી દરરોજ વધારાના 1800 મુસાફરોને હેન્ડલિંગ કરવામાં સરળતા રહેશે. જ્યારે તે વાર્ષિક 26 લાખ મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

સુરત એરપોર્ટ
આ પ્રકારની ડિઝાઇન કરવામાં આવી : ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશન ની ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કર્યો છે. અંદાજે 200 વર્ષ જૂના રાંદેરના જૈન ટ્રસ્ટ ના મકાનના પહેલા માળની ડિઝાઇનને ધ્યાને રાખી સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશન ડિઝાઇન તૈયાર કરાઈ છે. જે વાત દિલ્હી એએઆઇના ઓફિસરની જણાય છે. આ હેરિટેજ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા રાંદેરમાં જૈન સમાજના લોકો રહેતા હતા, તે સમયે તેમણે પોતાની આર્થિક સમૃદ્ધિ દેખાડવા માટે મકાનના બહારના ભાગમાં કોતરણી કામ કરાવ્યું હતું. જો કે, આ કોતરણીકામ માં ઇસ્લામિક ધર્મની પણ થોડી છાપ મૂકાય છે. જેમાં તે સમયે થયેલી ઘટના અને કથા સહિતના ચિન્હો મૂકાયા છે.
સુરત એરપોર્ટ

આ પ્રકારની સુવિધાઓ મળશે :રાંદેરના દાંડીયા દેરાસરમાં પણ આ મકાન જેવી જ ડિઝાઇન જોવા મળે છે. પહેલાના સમયમાં સુરતમાં આર્થિક સમૃદ્ધિ દેખાડવા સાથે પોતાની અલગ ઓળખ ઊભી કરવા માટે ઘર પર ડિઝાઇન કરાવતા હતા. એટલું જ નહીં, એક ની ડિઝાઇન બીજા કોપી નહીં કરતા હતા અને વધારે ખર્ચ કરીને અલગ ડિઝાઇન બનાવતા હતા. અહીં વાત એવી છે કે એએઆઇ રૂપિયા 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટ નું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું હતું. 1,200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરો સરળતાથી આવી જઈ શકશે. ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર, 5 એરો બ્રિજ, ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, આવતા મુસાફરો માટે 5 કન્વેયર બેલ્ટ હશે.

સુરત એરપોર્ટ

વિકાસને વેગ મળશે :નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 460 થી પણ વધુ કાર પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. ટર્મિનલ 4-સ્ટાર GRIHA રેટેડ ઊર્જા ધરાવે છે. ટર્મિનલ બિલ્ડિંગની અંદર ગુજરાતની પરંપરા અને કલા તેમજ સંસ્કૃતિને પ્રતિબિંબિત યાત્રીઓને દેખાશે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ પૂર્ણ થઈ ગયું છે. સુરત એરપોર્ટ દેશભરમાં મોટી સંખ્યામાં વેપારી સમુદાય ને સવલત પૂરી પાડે છે. કારણ કે તે દેશભરના 16 શહેરો સાથે સીધું જોડાયેલું છે. એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ આ ઔદ્યોગિક શહેર સાથેની કનેક્ટિવિટી વધારશે જેનાથી આ ક્ષેત્રના સર્વાંગી વિકાસને વેગ મળશે.

સુરત એરપોર્ટ
  1. PM મોદી 25 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે
  2. Israel Hamas war : ભારતે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની તરફેણમાં મતદાન કર્યું

ABOUT THE AUTHOR

...view details