ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: આને કહેવાય પ્રમાણિકતા, 8 મહિના બાદ સોનાની બે લંગડીઓ મૂળ માલિકને પરત કરી

સેફ ડીપોઝીટ વોલ્ટના માલિકની પ્રમાણિકતા જોવા મળી છે. 8 મહિના બાદ સોનાની બે લંગડીઓ મૂળ માલિકને પરત કરવામાં આવી છે.ઈમાનદારી અને પ્રમાણિકતા આજે પણ જીવંત છે તેનું ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે. સોનાની બે લંગડીઓ તેના મૂળ માલિક દિનેશ ઠુંમરને 8 મહિના બાદ પરત કરવામાં આવી છે.

સેફ ડીપોઝીટ વોલ્ટના માલિકની પ્રમાણિકતા, 8 મહિના બાદ સોનાની બે લંગડીઓ મૂળ માલિકને પરત કરવામાં આવી
સેફ ડીપોઝીટ વોલ્ટના માલિકની પ્રમાણિકતા, 8 મહિના બાદ સોનાની બે લંગડીઓ મૂળ માલિકને પરત કરવામાં આવી

By

Published : Jul 8, 2023, 8:40 AM IST

સુરત:કતારગામ વિસ્તાર ખાતે આવેલા સેફ ડીપોઝીટ વોલ્ટના માલિકની પ્રમાણિકતા સામે આવી છે. એક બે નહી પરંતુ 8 મહિના બાદ સોનાની બે લંગડીઓ મૂળ માલિકને પરત કરવામાં આવી છે. હીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારી સોનાની બે બિસ્કીટ ડિપોઝિટ વોલ્ટની બહાર જ ભૂલી ગયા હતા. જે ડિપોઝિટ વોલ્ટ ના માલિક દિનેશભાઈ ઠુમ્મરને મળી હતી તેઓએ આઠ મહિના સુધી રાહ જોઈ કે તેના મૂળ માલિક આવશે. ત્યારે તેઓ તેમને પરત કરશે. દિનેશભાઈ ઠુમ્મરની પ્રમાણિકતાના કારણે આજે હીરાના વેપારી પોતાની બહેન માટે ખરીદેલા ગોલ્ડના બિસ્કીટ ફરી મેળવી શક્યા છે.

સેફ ડીપોઝીટ વોલ્ટના માલિકની પ્રમાણિકતા :8 મહિના બાદ સોનાની બે લંગડીઓ મૂળ માલિકને પરત કરવામાં આવી

સેઈફ ડીપોઝીટ વોલ્ટ:ઈમાનદારી અને પ્રમાણિકતા આજે પણ જીવંત છે. તેનું ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે. સોનાની બે લંગડીઓ તેના મૂળ માલિક દિનેશ ઠુંમરને 8 મહિના બાદ પરત કરવામાં આવી છે. વાત કઈક એમ છે કે સુરતના કતારગામ કિરણ હોસ્પિટલ પાસે કતારગામ સેઈફ ડીપોઝીટ વોલ્ટ આવેલું છે. જે છેલ્લા 10 વર્ષથી અહી કાર્યરત છે. આઠ મહિના પહેલા ગ્રાહક પોતાની દસ તોલાની સોનાની બે લગડીઓ અહી સેફમાં મુકવા આવતા બહાર ભૂલી ગયા હતા.

સોનાની લગડીઓ સાચવી: 8 મહિના સુધી કોઈ સામે આવ્યું ન હતું. માલિક દિનેશભાઈ ઠુમ્મરના ધ્યાને આ વાત આવતા તેઓએ સોનાની લગડીઓ સાચવીને રાખી હતી. બાદમાં મૂળ માલિકને પરત કરવા માટે બધા જ કસટમરને ફોન કરીને અને મેસેજ કરીને જાણ કરી હતી પરંતુ 8 મહિના સુધી કોઈ સામે આવ્યું ન હતું .આ દરમ્યાન એક ગ્રાહક સેફ સેફ ડીપોઝીટ વોલ્ટમાં પોતાની કિમતી વસ્તુ મુકવા આવતા તેને જાણ થઇ હતી કે તેની સોનાની બે લગડીઓ બહાર રહી ગયી હતી. 8 મહિના બાદ માલિક દિનેશભાઈએ આ અંગે પુરતી ખરાઈ કરી હતી. બાદમાં ડાયમંડ એસોસિએશન અને વેપારીઓની હાજરીમાં મૂળ માલિકને તેની સોનાની બે લગડીઓ પરત કરવામાં આવી હતી.

"પ્રમાણિકતા અમારી માટે પ્રાથમિકતા છે અમારા ત્રણ હજારથી પણ વધુ કસ્ટમર છે તેમનો વિશ્વાસ એ જ અમારી માટે નફો છે. અમારા ગ્રાહક ને ખબર પણ નહોતી કે તેઓ ગોલ્ડ સેફની બહાર ભૂલી ગયા છે. અમને પણ ખબર નહોતી કે આ ગોલ્ડ કયા ગ્રાહક નો છે. અમે પોતાની રીતે સેફ વોલ્ટની બહાર બોર્ડ પણ લગાવ્યો અને પોતાની રીતે પૂછપરછ પણ હાથ ધરી હતી આખરે આઠ મહિના બાદ ખબર પડી કે આ ગોલ્ડ નીતિન વઘાસીયા ના છે. તેમને ગોલ્ડ આપીને અમને સંતોષ થયો છે કે પ્રમાણિકતા ક્યારેય પણ વ્યર્થ જતી નથી. -- દિનેશભાઈ ઠુમ્મર (સેફ ડિપોઝિટ વોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક)

બે ગોલ્ડ બિસ્કીટ:બે દિવસ પહેલા જ ખબર પડીગોલ્ડના માલિક નીતિન વઘાસીયા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓએ જણાવ્યું હતું કે, આ બહેન લગ્ન માટે અમે આ ગોલ્ડની ખરીદી કરી હતી. આઠ મહિના ગોલ્ડના બે બિસ્કીટ અમે બહાર મૂકીને ભૂલી ગયા છે. તે અંગે અમને જાણ પણ નહોતી બે દિવસ પહેલા જ હું મારા પિતાના સાથે સેફ ડિપોઝિટ વોલ્ટમાં આવ્યો ત્યારે પડી કે બે ગોલ્ડ બિસ્કીટ ગુમ થઈ ગયા છે. બહાર બોર્ડ પણ વાંચ્યું હતું કે કોઈના કીમતી વસ્તુ ગુમ થયા હોય તો તેઓ દિનેશભાઈ ઠુમ્મર સંપર્ક કરે અમે દિનેશભાઈ નો સંપર્ક કર્યો અને તમામ ખાતરીઓ બાદ તેઓએ અમારા બે ગોલ્ડ બિસ્કીટ પરત આપ્યા છે હું દિનેશભાઈ ઠુમ્મરનો આભાર માનું છું. બે દિવસથી તળાવમાં રહેતા તેઓ અને તેમના પિતા એ જમ્યા પણ નહોતા.

  1. Surat news : માત્ર એકથી બે ફુટના વૃક્ષો આપી રહ્યા છે ફળ-ફૂલ, આ રીતે કુંડામાં રોપીને ઓક્સિજન સાથે તમારા ઘરની વધારો શોભા
  2. Surat news: દેશની એકમાત્ર કિડની હોસ્પિટલ કે જ્યાં કિડનીના દર્દીઓને સારવાર મળતી નથી, સુરત સિવિલમાં કિડની માટે એક માત્ર ડોક્ટર તે પણ કોન્ટ્રાક્ટ પર

ABOUT THE AUTHOR

...view details