સુરત: ભારતમાં કોરોના વાઈરસે દેખાદેતા હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં હમણાં સુધી ત્રીસ જેટલા પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારે કોરોના વાઈરસના વધતા પોઝિટિવ કેસને લઈ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી લોક ડાઉન કરી દીધુ છે. રાજ્ય સરકાર અને પોલીસવડાના આદેશ બાદ હવે સુરત પોલીસ તેનું અમલીકરણ ચુસ્તપણે કરાવવા મેદાનમાં ઉતરી છે. જ્યાં લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે શહેર પોલીસે લાઠી વડે કાર્યવાહી શરૂ કરી છે.
લોકડાઉનના પગલે સુરતમાં વહેલી સવારથી જ જડબેસલાક બંધ જોવા મળી રહ્યું છે. જીવન જરૂરિયાત સિવાયની તમામ ચીજ-વસ્તુઓનું વેચાણ કરતી સંસ્થાઓ બંધ જોવા મળી રહી છે. જો કે, હજુ પણ લોકોમાં કોરોના વાઈરસની ગંભીરતા અને લોકડાઉનની જનજાગૃતિનો અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
‘લાતો કે ભૂત બાતો સે નહીં માનતે...’, લોકડાઉન ભંગ કરનારા વિરુદ્ધ પોલીસે કરી દંડાવાળી - ગુજરાતમાં કોરોના વાઈરસ ન્યૂઝ
કોરોના વાઈરસના વધતા પોઝીટીવ કેસને લઈ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી લોક ડાઉન કરી દીધું છે. રાજ્ય સરકાર અને પોલીસવડાના આદેશ બાદ હવે સુરત પોલીસ તેનું અમલીકરણ ચુસ્તપણે કરાવવા મેદાનમાં ઉતરી છે. જ્યાં લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે શહેર પોલીસે લાઠી વડે કાર્યવાહી શરૂ કરી છે.
વરાછા વિસ્તારમાં પણ લોકડાઉન હોવા છતાં લોકો પોતાના વાહનો લઈ બહાર નીકળ્યા હતા. પોલીસની મોટી ફોજ વરાછા વિસ્તારમાં લોકડાઉનના અમલ માટે ઉતારવામાં આવી છે. જ્યાં તમામ વાહનચાલકો કે જે ઇમરજન્સી સેવા અને આવશ્યક ચીજ સેવાના વાહનોને જ જવા દેવામાં આવી રહ્યા છે.
ખાનગી વાહન ચાલકોને ભારે સમજાવટ બાદ ઘરે રવાના કરવામાં આવી રહ્યા છે. SP અને PI કક્ષાના અધિકારીઓની હાજરીમાં તમામ વાહનચાલકોની તપાસ કર્યા બાદ જ ઇમરજન્સી હોય તો જવા દેવામાં આવી રહ્યા છે. તેમજ જે લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે તેવા વાહનચાલકોને રાહદારીઓ સામે વાહન ડિટેઇનથી લઈ દંડાવાળી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.