સુરત :નાની વયના સંતાનોને વાહન ચલાવવા આપી દેનારા વાલીઓ માટે સુરતમાં ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ધોરણ 9ના વિદ્યાર્થી પિતાની બાઇક લઇ રાઉન્ડ મારવા નીકળેલો હતો. જ્યાં લક્ઝરી બસ ચાલકે તેને અટફેટે લેતા તેનું કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પુણા પોલીસે લક્ઝરી બસ ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આગળની તપાસ હાથ ઘરી છે.
શું હતી સમગ્ર ધટના : સુરતમાં જે ઘટના બની છે તેના કારણે વાલીઓને સચેત થઈ જવાનો સમય આવી ગયો છે. પિતાની બાઈક લઈ રાઉન્ડ મારવા નીકળેલા ધોરણ-9ના વિદ્યાર્થીને પુણાગામ સ્થિત રેશ્મા નગર ચાર રસ્તા નજીક ફ્લાય ઓવર બ્રિજ પાસે લક્ઝરી બસના ચાલકે અડફેટે લેતા કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. 15 વર્ષીય યશ મનીષ ટાંક શનિવારે સાંજે બાઇક લઇને ચક્કર મારવા નીકળ્યો હતો. તે સમયે પુણા સીતાનગર તરફથી રેશ્મા સર્કલ તરફ રોડ પુરપાટ હંકારતા અજાણ્યા લક્ઝરી બસના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો :Road Accident: પહેલા રિક્ષા ને પછી એસટી બસે ટક્કર મારતા MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત
આટો મારવા નીકળ્યો હતો :હાલ જે ઘટના સામે આવી છે વાલીઓ માટે ખૂબ જ ચિંતાજનક બનવું જોઈએ, કારણ કે વાલીઓ પોતાના બાળકોને નાની ઉંમરમાં જો બાઈક અને કાર આપી દેતા હોય છે, લાઇસન્સ વગર અનેક બાળકો રોડ પર કાર અને બાઇક ચલાવતા પણ નજરે જોવા મળે છે. આ ઘટનામાં યશને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતુ. યશ મૂળ ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં અંજારના વતની હતો. યશ પુણાની શાળામાં ધો.9માં અભ્યાસ કરતો હતો. પરિવારનો એકને એક લાડકવાયો પુત્ર હતો. જેથી તેના મૃત્યુથી પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતુ. યશના પિતા એમ્બ્રોઇડરી ખાતામાં નોકરી કરે છે. આ અંગે પુણા પોલીસે લક્ઝરી બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.
આ પણ વાંચો :Surat Accident Case : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ગામના ગેટ સાથે ધડાકાભેર અથડાયુ, એકનું મૃત્યુ
ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ :આ સમગ્ર ઘટના બાબતે પુણા પોલીસના પી.એસ.ઓ દિલીપભાઈએ જણાવ્યું હતું કે, શનિવારે આ ઘટના બની હતી. લક્ઝરી બસના અડફેટે આવતા યશનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેની જાણ પોલીસને થતાં પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતાની બાઇક લઇ યશ રાઉન્ડ મારવા નીકળ્યો હતો. તેની ઉંમર માત્ર 15 વર્ષ હતી.