સુરતમાં અજીબો ગરીબ અકસ્માત, ટ્રક પાછળ વ્યક્તિ ઢસડાયો સુરત :અકસ્માત તો તમે ઘણા પ્રકારના જોયા હશે પરતું સુરત શહેરમાં અજીબો ગરીબ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જી હા, આ અકસ્માત ખરેખર અજીબો છે. સુરત શહેરના હજીરા વિસ્તારમાં મેન હાઇવે ઉપર જ એક વ્યક્તિ ટ્રકની પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં ખેંચાયો હોવાની ઘટના સામે આવી છે. આ યુવક એક કિલોમીટર દૂર સુધી રસ્તા પર ઘસાઈ આવ્યો છે. દોરડું પણ અર્ધો કિલોમીટર લાંબુ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :Vadodara accident : વાઘોડિયા રોડની મંથરગતિએ કામગીરીથી વારંવાર અકસ્માત, એકનું મૃત્યુ
કાર ચાલકે યુવકને બચાવ્યો : જોકે યુવકને ઘસડાતો જોતા કાર ચાલકે દોરડા પર કારનું ટાયર મૂકી દોરડું કાપી બચાવ્યો છે. હાલ યુવક કેવી રીતે દોરડા સાથે બંધાયેલી હાલતમાં ઘસાઈ આવ્યો તે જાણી શકાયું નથી. હાલ આ યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે આ ઘટના સામે આવતા હજીરા પોલીસે પણ આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :Rajkot accident: ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતારતી વખતે અકસ્માત, વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
અકસ્માતમાં ભોગ બનેલા યુવક ગંભીર ઇજાગ્રસ્ત :સુરતના આ અજીબો ગરીબ અકસ્માતના બનાવના ઘટના સ્થળના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક લાંબુ દોરડું જોવા મળી રહ્યું છે. તેની સાથે યુવકના કપડાં અને લોહી જમીન પર પડ્યું હોય તે જોઈ શકાય છે તેમજ આ લોકોનું ટોળું પણ જોવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં ભોગ બનેલા યુવક ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
પોલીસે તપાસ હાથ ધરી : યુવકને માથા, પગ, હાથ બધે જ ઇજાઓ જોવા મળી રહી છે. તો સારવાર માટે આ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. એ સાથે જ પોલીસ પણ જોવા મળી રહી છે. હાલ તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ ઘટના કઈ રીતે બની છે. તે માટે CCTVની તપાસ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત તો ધણા પ્રકારના સામે આવતા હોય છે પરતું આ પ્રકારે અકસ્માત સામે આવતા હાલ લોકો વિચારતા થઈ ગયા છે.