ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Accident News : મહુવાના આંગલધરા નજીક બે બસ ધડકાભેર અથડાઈ, 6 મુસાફરો ઈજાગ્રસ્ત - ST Department

મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં બે બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બસના ચાલક સહિત 6 લોકોને ઇજા થઇ હતી. અકસ્માતની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

Surat Accident News
Surat Accident News

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 5:52 PM IST

મહુવાના આંગલધરા નજીક બે બસ ધડકાભેર અથડાઈ

સુરત :મહુવા તાલુકાના આંગલધરા ગામ પાસે આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આંગલધરા ગામ પાસે બે એસ.ટી. બસ સામસામે અથડાતા ચાલક સહિત 6 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, બંને બસનો આગળનો ભાગ ખરાબ રીતે ભાંગી તૂટી ગયો હતો.

ગંભીર અકસ્માત : અકસ્માતની મળતી માહિતી અનુસાર નવસારી ડેપોની બેડમાળથી નવસારી જઈ રહેલી એસ.ટી. બસ અને બીલીમોરા ડેપોની બીલીમોરાથી વ્યારા જઈ રહેલી બસ મહુવાના આંગલધરા ગામ નજીક આમને સામને અથડાઈ હતી. આંગલધરા ગામ નજીકના વળાંકમાં બંને બસ સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. બંને બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી.

6 મુસાફરો ઈજાગ્રસ્ત

બંને બસ સામસામે અથડાઈ છે. હાલ અમે સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.-- પરેશ ચૌધરી (તપાસકર્તા પોલીસકર્મી)

6 મુસાફર ઇજાગ્રસ્ત :અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો અને અન્ય રાહદારીઓ ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. તેઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને બસમાંથી એક પછી એક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસચાલક સહિત 6 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને અનાવલ તેમજ આલીપોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાહત કામગીરી :અકસ્માતની જાણ થતા મહુવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ તમામ મુસાફરોને અન્ય બસમાં રવાના કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ઘટનાની જાણ થતાં એસ.ટી. વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

  1. Surat Accident: કીમ ગામે રહેતા નિવૃત્ત પોલીસ જમાદારનું ટ્રેન અડફેટે આવતા કરુણ મોત
  2. Surat Accident News : ઘલા ગામ નજીક ઇકો કાર શેરડીના ખેતરમાં પલ્ટી મારી, બે વ્યક્તિને ઇજા

ABOUT THE AUTHOR

...view details