ઓલપાડ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોધ્યું સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરા હજીરા રોડ ઉપર આવેલ બાપા સીતારામ હોટલ પાસે 8 વર્ષીય બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધો હતો. બાળકને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું.
પૂરઝડપે આવેલી ટ્રકે બાળકને ઇજા પહોંચાડી હતી :ગત 3 સપ્ટેમ્બરના રોજ ઓલપાડ તાલુકાનાં ગોથાણ ગામની સીમમાં હજીરા ઉમરા રોડ નજીક રહેતા સુખાભાઇ ભીખાભાઇ ભરવાડનો નાનો દીકરો રાહુલ (8) એ ઉમરા હજીરા રોડ ઉપર આવેલ બાપા સીતારામ હોટલ પાસેથી રોડ ઉપરથી ચાલતો રોડ ક્રોસ કરી જતો હતો. ત્યારે ટ્રક નંબર (GJ-05, AT-2860) ના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે હંકારી રાહુલને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જેને સારવાર માટે સુરત ખાતે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે બાળકનું સારવાર દરમિયાન મોત થતાં ઓલપાડ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાને લઈને હાલ ઓલપાડ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ શરૂ છે...ઝાલાભાઈ ગમારા(ઓલપાડ પોલીસ મથક હેડ કોન્સ્ટેબલ)
થોડા દિવસ અગાઉ પણ અકસ્માત સર્જાયો હતો : પાંચ દિવસ અગાઉ બનેલ અન્ય એક અકસ્માત ઘટનાની વાત કરીએ તો માંગરોળ તાલુકાના ઝંખવાવ નેત્રંગ મુખ્ય માર્ગ ઉપરના રેલવે ફાટક નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. બાઈક નંબર GJ-05-SY-1618 નો ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી અન્ય એક બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાતા તે બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું.
માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ : પાંચ દિવસ અગાઉ બનેલા સમગ્ર બનાવની વિગતવાર માહિતી અનુસાર 25 વર્ષીય હીતેશભાઈ વિજયભાઈ વસાવા હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઈક લઈને આવી રહ્યો હતો. ત્યારે તેને અન્ય બાઈકચાલકે ટક્કર મારતા યુવક રોડ પર પટકાયો હતો. જેથી હિતેશભાઇને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને સારવાર અર્થે ઝંખવાવ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોકટરોએ હિતેશભાઈને મૃત જાહેર કર્યો હતો. જેની ફરિયાદ હિતેશભાઈના પિતા વિજયભાઈએ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
- Patan Accident News: રક્ષાબંધનના દિવસે જ શંખેશ્વર હાઈવે રક્તરંજીત, ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મૃત્યુ થયા
- Rajkot Accident News: સતનામનગર સોસાયટીમાં હેવી ટ્રક ઘુસી ગઈ અને પાંચ વીજપોલ ધરાશાયી કર્યા
- Surat News : સુરતમાં પાલિકાના ટ્રકે વૃદ્ધને અડફેટે લેતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી