ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Accident News: ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈક ટ્રકમાં ઘૂસી ગઇ, બે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત - બાઈક ટ્રકમાં ઘૂસી ગઇ

સુરતમાં અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. નેશનલ હાઇવે 48 પર ભંભોરા પાટિયા પાસે ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈક ટ્રકમાં ઘૂસી ગઇ હતી. જેમાં બાઈક પર સવાર બે પૈકી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Surat Accident News: ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈક ટ્રકમાં ઘૂસી ગઇ, બે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત
Surat Accident News: ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈક ટ્રકમાં ઘૂસી ગઇ, બે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 5:08 PM IST

ઓવરટેક કરવાની લ્હાયમાં અકસ્માત

સુરત : નેશનલ હાઇવે 48 પર ભંભોરા પાટિયા પાસે ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈક ટ્રકમાં ઘૂસી ગઇ હતી અનેબાઈક પર સવાર બે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભભોરા ગામ પાસે ઓવર ટેક કરવા જતાં એક બાઈક ટ્રકમાં ઘૂસી ગઈ હતી.જેને લઇને બાઈક પર સવાર બન્ને ટ્રકની અડફેટે આવી ગયા હતાં. ગંભીર ઈજાઓના કારણે એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો :સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે.જેને લઇને વાહન ચાલકોમાં ચિંતાઓ જોવા મળી રહી છે.ત્યારે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો.માંગરોળ તાલુકાના ભભોરા ગામ પાસે પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર બાઈક પર સવાર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક કારનો પુરઝડપે બાઈક ચલાવી ઓવર ટેક કરતા બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બાજુના ટ્રેકમાં પસાર થઈ રહેલ ટ્રકમાં બાઈક ઘૂસી ગઈ હતી. બાઈક પર સવાર બન્ને વ્યક્તિઓ ટ્રકની અડફેટે આવી જતાં બે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એકને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ : બનેલ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે કે બાઈક ચાલકે પૂરઝડપે બાઈક ચલાવી સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. હાલ સ્થળ પર પહોંચેલ સ્થાનિક પોલીસે મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતદેહનો કબજો લેતી પોલીસ :હાજર સ્થાનિક આગેવાન નીલેશભાઈએ જણાવ્યું હતું ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયાની જાણ થતાં જ અમે સ્થળ પર દોડી ગયા હતાં..સ્થાનિક પોલીસ દ્વારા મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Surat Accident News : કામરેજમાં વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો
  2. Surat News: ઓલપાડમાં ગમખ્વાર અકસ્માત, 2 બાઈક સવારના ઘટનાસ્થળે મોત

ABOUT THE AUTHOR

...view details