ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Accident: કવાસ બ્રિજ ઉપર અકસ્માત ડ્રાઇવરના કમરેથી કટકા થઈ ગયા - ઈચ્છાપુર પોલીસ સુરત

સુરતના કવાસ બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવરનું મોત થઇ ગયું હોવાની વિગતો સામે આવી છે. ઈચ્છાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Accident in Surat: સુરતના કવાસ બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો, ડ્રાઇવરનું મોત
Accident in Surat: સુરતના કવાસ બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો, ડ્રાઇવરનું મોત

By

Published : Feb 22, 2023, 1:22 PM IST

સુરત: શહેરના હજીરા રોડ પાસે કવાસ બ્રિજ ઉપર મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ડ્રાઇવર મોત થઈ ગયું હતું. હાલ આ મામલે ઈચ્છાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઈચ્છાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માતની ઘટનાઓમાં વધારો:સુરત શહેરમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. વધુ એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના હજીરા રોડ પાસે કવાસ બ્રિજ ઉપર મોડી રાતે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ડ્રાઇવર કમરમાંથી છૂટો થઈ ગયો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. તો બીજા ડ્રાઇવર અંદર ફસાઈ ગયો હતો. જોકે તેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.

કેમ બન્યુ આવુંઃ ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસને સોંપ્યો હતો. હાલ આ મામલે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો તે મામલે ઈચ્છાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, આવું કેવી રીતે થયું એ અંગે પોલીસ પણ સમજવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો Surat Private Bus Issue:બસ ઓપરેટરો અને MLA વચ્ચેના વિવાદમાં મુસાફરો ન ઘરના ન ઘાટના

ફાયર કંટ્રોલરૂમ દ્વારા રાતે 12:14 આ કોલ આપવામાં આવ્યો હતો. જેથી અડાજણ ફાયર વિભાગ અને હું પણ ત્યાં પહોંચ્યો હતો. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળનો ટ્રક ડ્રાઇવર અંદર ફસાઈ ગયો હતો. જેથી અમે લોકોએ ભારે જેહમત બાદ બહાર કાઢી તેના ડાબો ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ મોકલ્યો હતો--ફાયર ઓફિસર ઈશ્વર પટેલ

આ ઘટના રાતે 11:40 વાગે ની આસપાસ બની હતી. જેથી અમે પેટ્રોલિંગમાં હતા અને ત્યાં જ અમને આ ઘટના અંગે કોલ આપવામાં આવ્યો જેથી અમે જેથી તાત્કાલિક અમે પહોંચ્યા હતા.જોકે રાત હતી એટલે ટ્રાફિક પણ ન હતો--પોલીસ કોન્સ્ટેબલ વીર બહાદુરસિંહ

આ પણ વાંચો Mahavideh Dham Surat: એક સાથે 4 મુમુક્ષુ દીક્ષા લેશે, કંપની સેક્રેટરી પણ સંસાર છોડી સંયમના માર્ગે

પોલીસ આવી:જોકે વધુ એક મૃતદેહ મળ્યો હતો. જે આગળના ટ્રક ડ્રાઇવરનો હતો. જેનું બોડી વચ્ચેથી છૂટું પડી ગયું હતું. જોકે આ અકસ્માત કવાસ બ્રિજ ઉપર ક્રેઈન જેવી ટ્રક ઉપર ચડી રહી હતી. ત્યારે અચાનક જ ટ્રક ડ્રાયવર નીચે ઉતારીને ટ્રક પાછળ લાલ કપડું બાંધવા જતો હતો. ત્યારે જ પાછળથી અન્ય એક ટ્રક ચાલકે તેનો અડફેટે લેતા તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ત્યાં સ્થાનિકો દોડી આવ્યા હતા. આ સાથે પોલીસ પણ આવી હતી.

ABOUT THE AUTHOR

...view details