ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: ઇન્કમટેક્સ વિભાગનો વર્ગ 3નો કર્મચારીને 2500ની લાંચ લેતા ઝડપાયો

સુરત ઇન્કમટેક્સ વિભાગના વર્ગ 3નો કર્મચારીએ એસીબીએ પોલીસે 2500 રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદ પાસે વધારે ટી.ડી.એસ ફોર્મનું આગળની કાર્યવાહી કરવા માટે લાંચ માગી હતી. જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.એ આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

By

Published : May 2, 2023, 11:11 AM IST

સુરત ઇન્કમટેક્સ વિભાગનો વર્ગ 3નો કર્મચારીને એસીબીએ પોલીસે 2500 રૂપિયા
સુરત ઇન્કમટેક્સ વિભાગનો વર્ગ 3નો કર્મચારીને એસીબીએ પોલીસે 2500 રૂપિયા

સુરત:શહેરમાં દિવસે દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. સરકારી કર્મચારી હોય કે પછી બિન સરકારી કર્મચારી કોઈક ને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા હોય છે. તે એસીબી પોલીસના હાથે પણ લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે. તેમ છતાં સરકારી કર્મચારીઓ કોઈક ને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા જ હોય છે. આવી જ એક ઘટના ફરી પાછી સામે આવી છે. શહેરના ઇન્કમટેક્ષની કચેરીમાં ફરજ બજાવતા તેજવીર ગેંદા સીંગ જે ફરિયાદી પાસે 2500 રૂપિયા લેતા એસીબીના હાથે પકડાઈ ગયા છે. એ.સી.બી.એ આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચો Surat News : ચાલુ ટ્રેને ચડવા જતા યુવકનો RPFના જવાન બચાવ્યો જીવ, જૂઓ વિડીયો

અરજીની આગળની કાર્યવાહી:આ બાબતે એસીબીના અધિકારી આર.કે.સોલંકીએ જણાવ્યું કે, ગઈકાલે અમારી પાસે એક ફરિયાદ આવ્યા હતા તેવી ફરિયાદ આપી હતી કે, તેમને ટી.ડી.એસ.ભરવા અંગેનું કામ મળ્યું હતું.જેમાં કાયદેસરની રકમનું ટી.ડી.એસ.ભર્યું હતું. પરંતુ તેનાથી જે ભરવા પાત્ર રકમ થી 17750 રૂપિયાનું વધુ ટી.ડી.એસ. ભુલથી ભરાઈ ગયું હતું. જેથી વધારે ટી.ડી.એસ. અંગે ફોર્મ-62 QW નું ફોર્મ ભરી ફરિયાદીએ 5 એપ્રિલ 2023 ના રોજ ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીની આગળની કાર્યવાહી માટે આરોપી તેજવીર ગેંદા સીંગ જે ઇન્કમટેક્ષની કચેરી વર્ગ -3 ના કર્મચારી છે તેઓ 5000 રૂપિયાની લાંચ માંગી હતી.

આ પણ વાંચો Surat News : શા માટે સુરત એરપોર્ટ પર બે વાર બે ફ્લાઇટ રનવે પર આમને સામે જોવા મળી, જાણો કારણ...

છટકાનું આયોજન:રકઝક થતા અને 2500 રૂપિયામાં દિલ નક્કી થઇ ગઈ હતી.વધુમાં જણાવ્યું કે, આરોપી અને ફરિયાદ વચ્ચે પૈસાને રકઝક થતા અને 2500 રૂપિયામાં દિલ નક્કી થઇ ગઈ હતી.જે લાંચની રકમ ફરીયાદ આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીએ આપણા એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. એસીબી પોલીસ ફરિયાદ આધારે લાંચના છટકામાં આયોજન કર્યું હતું.જેમાં આરોપીએ ફરિયાદીને પોતાની ઇન્કમટેક્ષની કચેરીના ચોથા માળે રૂમ નંબર 402 માં બોલાવ્યો હતો. જ્યાં ફરિયાદીએ આરોપીને પૈસા આપતા ત્યારબાદ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી.અમારી ટીમે આરોપીને 2500 રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાલ તેને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details