- VNSGUમાં ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો
- VNSGU દ્વારા ટ્યુશન ફીમાં 12 ટકા ઘટાડો કરવામાં આવ્યો
- સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફી મુદ્દે ABVPનો વિરોધ
સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટ્યુશન ફીમાં 12 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો અને અન્ય ફીમાં પણ રાહત આપવામાં આવી હતી પરંતુ યુનિવર્સિટીના અન્ડરમાં આવેલી કેટલીક સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા આ નિયમનું પાલન કરવામાં આવતું નથી. જોકે આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને બે થી ત્રણ વાર રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં યુનિવર્સિટી દ્વારા આ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી બુધવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુરત ABVP દ્વારા VNSGUમાં ફીને લઈને કરવામાં આવ્યો વિરોધ આ પણ વાંચોઃકોલેજ-યુનિવર્સિટીની ફી ઉઘરાણીના વિરોધમાં ABVPના સભ્યો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પર કોઈપણ પ્રકારનો કંટ્રોલ નથીઃ ABVP પ્રમુખ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પર કોઈપણ પ્રકારનો યુનિવર્સિટીનો કંટ્રોલ નથી જેને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના પરિપત્રનો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અમલ નથી કરતી યુનિવર્સિટીના કુલપતિ સાથે હાલ જ મારી આ બાબતે ચર્ચા થઇ હતી, ત્યારે યુનિવર્સિટીના કુલપતિ પોતે જ કંટ્રોલમાં નથી એવું લાગી રહ્યું છે. મેડમથી કંઈ થતું નથી એવું લાગી રહ્યું છે અને વધુમાં એમ પણ કહેવામાં આવ્યું કે, જ્યાં સુધી અમારી માગ પૂરી નહિ થાય ત્યાં સુધી અમે અહીં બેસવાના છે અને જો કોઈ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી અને સેલ ફાઈનાન્સ કોલેજની રહેશે. યુનિવર્સિટીના કુલપતિને આ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી.
શું કહે છે ABVPના સભ્ય
વધુમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે કાર્યવાહી ચાલું છે, ત્યારે ABVPના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું કે, કેટલો સમય સુધી આ કાર્યવાહી ચાલશે. આ કાર્યવાહી પૂૂર્ણ ન થાય તો અમે આ જગ્યા પરથી હટવાના નથી. બીજી બાજુ ABVPના સદસ્ય ચૈતાલી આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યુ કે, હું જી.એન.પંડ્યા કોમર્સ કોલેજમાંથી છું હું છેલ્લા બે દિવસથી ફી બાબતે આવી રહી છું છતાં અમને ન્યાય મળતો નથી. જેના કારણ અમે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે આવ્યા છે. અને 12% ફી જે ઘટાડવામાં આવી છે તે નિયમનો અમારી કોજેલમાં લાગું કરવામાં આવ્યો નથી. આ બાબતે જ્યારે મેં પૂછ્યું તો મને એમ કહેવામાં આવ્યું કે, બધી કોલેજો જવાબ આપશે, ત્યારે તમને ફી ફરી મળી જશે અને બાબતે મેં યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી પણ તેમના દ્વારા ત્યારે પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે, અમે આ બાબતે કાર્યવાહી કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃવીર નર્મદ યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં છબરડો, ABVPએ હોબાળો મચાવ્યો
સેલ્ફ ફાઈનાન્સ કોલેજો વિરૂદ્ધ ફી બાબતે વિરોધ પ્રદર્શન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો વિરૂદ્ધ ફી બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે આ બાબતને લઈને યુનિવર્સિટીના કુલપતિ હેમાલી બેન દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બાબતે બે વાર રજૂઆત કરવામાં આવી હતી અને જ્યારે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે જ મેં જે કોલેજો ઉપર તરત કાર્યવાહી કરી હતી અને આ ફરીથી કઈ બીજી કોલેજો છે તેનો મને ખ્યાલ નથી આ બાબતે સ્પષ્ટતા કરી શકું નહીં અને જે તે કોલેજ દ્વારા યુનિવર્સિટીના નિયમનો અમલીકરણ ન કરવામાં આવતું હોય તે કોલેજ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.