સુરત:ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી (Assembly Election 2022 in Gujarat) આવી રહી છે, ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણીની ભરપૂર તૈયારીઓ કરી રહી છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં ગૌરવ યાત્રા કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજરોજ સુરતઆપ આદમી પાર્ટી (Surat Aap Aadmi Party) દ્વારા આવનારી 2022ની વિધાનસભા ની ચૂંટણી માટે પોતાના કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આપ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા - સુરત આપ આદમી પાર્ટી
સુરત આપ આદમી પાર્ટી (Surat Aap Aadmi Party) દ્વારા આવનારી વિધાનસભા 2022ની (Assembly Election 2022 in Gujarat) ચૂંટણી માટે પોતાના કુલ 12 ઉમેદવારોના નામ જાહેર (Names of 12 candidates announced) કરવામાં આવ્યા છે.
ઇતિહાસમાં પહેલીવાર:આ પેહલા આપ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ 4 યાદીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, અમે રાજનીતિ નહીં પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. ગુજરાતમાં મોટાપાયે રાજનીતિની અંદર બદલાવ આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં જોવા જઈએ તો ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ઉમેદવાર જાહેર કરવાની ક્યારેય કોઈ પ્રથા રહી નથી. આમ આદમી પાર્ટી એવી એક પાર્ટી છે. તેમણે મહિના પહેલા જ ઉમેદવારો જાહેર કરી ગુજરાતને રાજનીતિ બદલાવના સંકેતો આપ્યા છે.
41 ઉમેદવારોના નામ જાહેર: મહિનાઓ પહેલા ઉમેદવારનું નામ જાહેર કરવાથી ઉમેદવારોની જનતા સુધી પહોંચવાનો સમય મળે છે. લોકોને તેમના મળેલા ઉમેદવારોને સમજવાનો મોકો મળે છે. જેના સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળશે.આજે વધુ એક પાંચમી યાદી સાથે આમ આદમી પાર્ટી રજૂ કરે છે. આ પહેલા કુલ 41 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે. આજે આમ આદમી પાર્ટીએ કુલ 12 ઉમેદવારોને પસંદ કર્યા છે.
- આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારની લીસ્ટ આ પ્રકારે છે.
1. ભુજ વિધાનસભામાંથી લોકસભાના ઇન્ચાર્જ રાજેશ પંડોરિયા
2. ઇડર- જયંતીભાઈ પ્રણામી
3. અમદાવાદની નિકોલ- અશોક ગજેરા
4. અમદાવાદની સાબરમતી- જસવંત ઠાકોર
5. મોરબીના ટંકારા- સંજય ભટાસના
6. કોડીનાર-વાલજીભાઈ મકવાણા
7. મહુધા-રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
8. બાલાસિનોર -ઉદેસિંહ ચૌહાણ
9. મોરવા હડફ- બનાભાઈ ડામોર
10. ઝાલોદ- અનિલ ગરાસિયા
11. ડેડીયાપાડા- ચૈતર વસાવા
12. વ્યારાથ- બિપીન ચૌધરી