- મહારાષ્ટ્રના શિરપુરથી મજૂરી કામ માટે આવ્યો હતો યુવક
- મિત્રો સાથે પુર્ણા નદીમાં નાહવા જતા અચાનક ડૂબી ગયો
- બારડોલી ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ ચાલુ
સુરતઃ જિલ્લાના મહુવા નજીકથી પસાર થતી પુર્ણા નદીમાં (Purna river)નાહવા પડેલો એક યુવક ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓ સહિત બારડોલી ફાયર બ્રિગેડની( Bardoli Fire Brigade)ટીમે શોધખોળ આદરી છે.મહારાષ્ટ્રના ધુલિયા (Dhulia of Maharashtra) જિલ્લાના શિરપુર તાલુકામાંથી શુક્રવારના રોજ 40 જેટલા મજૂરો સુરત જિલ્લાના મહુવા ખાતે ઈંટના ભઠ્ઠા(Brick kiln) પર કામ અર્થે આવ્યા હતા. મહુવાના ખોડિયાર માતા મંદિર (Khodiyar Mata Mandir of Mahuva) નજીક ઈંટના ભઠ્ઠા (Brick kiln) પર આ મજૂરો કામ કરતાં હતા.
નદીમાં નાહવા જતા યુવક ડૂબ્યો
શનિવારના રોજ કેટલાક મજૂરો નજીકથી પસાર થતી પુર્ણા નદીમાં(Purna river) નહાવા માટે ગયા હતા. ત્યારે અચાનક ધુલિયાના પિંપળે ગામનો મૂળ નિવાસી દિલિપ સાહેબરાવ બંજારા (Dilip Sahebrao Banjara)નામનો યુવક ડૂબવા લાગ્યો હતો. તેની સાથેના મજૂરોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.