- બોમ્બે માર્કેટ પાસે આવેલા પાલિકા દબાણ ખાતમાં આગ લાગી
- આગને કારણે દોડધામ મચી ગઈ હતી
- આગ ક્યાં કારણોસર લાગી તે હજી અકબંધ
સુરત: બોમ્બે માર્કેટ ઉમરપાડા પાસે આવેલા સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતામાં મોડી રાતે અચાનક આગ લાગી ગઈ હતી. આગને કારણે દોડધામ મચી ગઈ હતી. ખાતાકીય વોચમેન દ્વારા તરત ફાયરને જાણ કરતા ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ આગમાં કોઈ જાનહાની થઇ ન હતી પંરતુ આગ ક્યાં કારણોસર લાગી તે હજી અકબંધ છે. 80થી વધુ લારી-ગલ્લાઓ બળીને ખાખ થઈ ગયા હતા.
સુરત: બોમ્બે માર્કેટ પાસે આવેલ પાલિકા દબાણ ખાતમાં આગ લાગી સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતામાં મોડી રાતે અચાનક આગ લાગી
સુરતના બોમ્બે માર્કેટ ઉમરપાડા પાસે આવેલા સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતામાં મોડી રાતે અચાનક આગ લાગી ગઈ હતી. પાલિકા દ્વારા કબજે લેવાયેલી 80થી વધુ લારી-ગલ્લાઓ બળીને ખાખ થઇ ગયા હતા. ફાયર વિભાગ દ્વારા 2 કલાકે આગને કાબૂમાં લેવામાં આવી હતી. સુરતમાં છેલ્લા 6 દિવસોથી એક પછી એક આગની ઘટનાઓ ઘટી હતી. આગ લાગવાની વારંવાર થતી ઘટનાને જોઈને પાલિકા અને ફાયર વિભાગ કયો નવો એક્શન પ્લાન કરશે કે કેમ હવે એ જોવું રહ્યુ.