ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત : પેટ્રોલ વગરની કારમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં - ફાયર વિભાગ

સુરત : અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

આનંદ મહેલ રોડ
આનંદ મહેલ રોડ

By

Published : Dec 23, 2020, 8:39 PM IST

Updated : Dec 23, 2020, 8:49 PM IST

  • પાર્ક કરેલી કારમાં અચાનક લાગી આગ
  • ફાયર વિભાગની ટીમે મેળવ્યો આગ પર કાબુ
  • કારમાં પેટ્રોલ ન હોવા છતા પણ લાગી આગ

સુરત : અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર પાર્ક એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી.

પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો

સુરત શહેરમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર બેંક ઓફ ઈન્ડિયા બહાર પાર્ક કરવામાં આવેલી કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

કારમાં પેટ્રોલ ન હોવા છતા પણ લાગી આગ

કારના માલિક ડાયાભાઈ રામજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે, મારા માતાનું અવસાન થતા થોડા દિવસોથી ગાડી પડી રહી હતી. જે બાદમાં મંગળવારે સાંજે ઝેરોક્ષ કરાવવા કાર લઈને ગયો હતો. મને પેટ્રોલ ન હોવાનું ધ્યાનમાં રહ્યું ન હતું. કાર પાર્ક કરીને ફરી સ્ટાર્ટ કરી ત્યારે કાર સ્ટાર્ટ ન થતા ઘરે ચાલ્યો ગયો હતો. જે બાદ આ આગ લાગવાની ઘટના બની હતી. પેટ્રોલ વગર કેમ આગ લાગી? તે પણ ચિંતાનો વિષય છે.

Last Updated : Dec 23, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details