સુરતમાં નબીરાએ પાર કરી હદ સુરત:પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.એક કાર ચાલકે યુવકને કારના બોનેટ પર અંદાજે બે થી અઢી કિલોમીટર સુધી ફેરવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. યુવકને બોનેટ પર ફેરવનાર કાર ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું હતું. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.પોલીસે કારચાલક યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં કાર ચાલક એક યુવકને બોનેટ પર 2 કિલ્લો મીટર ધસડી ગયો "ગઈકાલે રાત્રે પાલ વિસ્તારમાં નિશાન આર્કેટની ડાબી બાજુ મારી ગાડી અને સામે વાળાની ગાડીની સ્લાઈડ અડી ગઈ હતી.જેના કારણે સામેના ગાડીને સ્ક્રેચ આવી જતા તેઓ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા હતા. મારી ગાડીને ઘેરી લીધો હતો. ગભરાઈ ગયો હતો. જેથી મેં ગાડી હાંકી કાઢી હતી. એમ વિચાર્યું હતું કે, સવારે પોલીસ સ્ટેશન જઈને આવીશ અને ત્યાં રજૂઆત કરીએ. તુજે સમયે હું ગાડી કાઢતો હતો તે સમય દરમિયાન ચાર પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ મારા ગાડીના બોનેટ ઉપર ચડી ગયો હતો. કાચ ઉપર મુક્કા મારવા લાગ્યો હતો. આ ઘટના બનતા જ મારું માઇન્ડ કામ કરતું બંધ થઇ ગયું હતું. મને જે વિચાર આવ્યો તે મેં કર્યું"--દેવ કેતનભાઈ ડેર ( કારચાલક આરોપી )
પિસ્તોલ મળી:વધુમાં જણાવ્યું કે, હા મને ડર હતો કે મારી ગાડીના બોનેટ ઉપર ચઢેલ વ્યક્તિ ગમે ત્યારે પડી શકે છે. પરંતુ ઈશ્વરના કૃપાથી એવું કશું થયું નથી. આ સમય દરમિયાન મેં તે વ્યક્તિને કીધું હતું કે ઉતરી જાવ પરંતુ તે ભાઈ ઉતારવા તૈયાર ન હતા.મેં દારૂનો નશો પણ કર્યો હતો. મેં બે થી ત્રણ ગ્લાસ દારૂનો પેક પીધો હતો. દારૂ થોડા સમય પહેલા હું દમણ ફરવા ગયો હતો ત્યારે હું ત્યાંથી લઈને આવ્યો હતો. હું મારા પોતાના જ માટે લાવ્યો હતો.મારી ગાડીમાંથી જે પિસ્તોલ મળી છે. તે મારા ફાર્મ ઉપર રાખવા માટે લાવ્યો હતો. મેં આ ઘટના કોઈ તેનો ઉપયોગ નથી કર્યો અને કોઈ ડરાવ્યો પણ નથી.
અમારા પાલ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં કાર ચાલકે નશાની હાલતમાં ધરપકડ કરવામાં આવી છે. તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીનો એક વિડિઓ પણ સામે આવ્યો છે. જેમાં આરોપી એક વ્યક્તિને પોતાની ગાડીના બોનેટ ઉપર લઇ જઈ રહ્યો છે.-- બી એમ ચૌધરી ( સુરત પોલીસ એસીપી )
ઝઘડો થયો:વધુમાં જણાવ્યું કે, વ્યક્તિ પોતે જ આ અકસ્માતની ઘટનામાં ફરિયાદી બન્યો છે. જેની હકીકત એમ છે કે, ફરિયાદી અને આરોપી વચ્ચે ગાડી ઠોકવા બાબતે ઝઘડો થયો હતો. તેમાંએ લોકોની બોલાચાલી થઇ હતી. જેમાં ફરિયાદી આરોપીના ગાડીની અડાણીને જતો રહ્યો હતો.જેમાં ફરિયાદી આરોપીના ગાડીના બોનેટ ઉપર ચડી ગયો હતો. બાદમાં આરોપીએ ગાડી ઉભી રાખી દીધી હતી. પોલીસની જાણ થતા પાલ પોલીસ દ્વારા આ મામલે આરોપીને નશાની હાલતમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમાં જમીન મળ્યા નથી પરંતુ જમીન લાયક ગુન્હો તો છે જ પરંતુ પોલીસ તપાસ બાદ જ તેમને જામીન આપવામાં આવશે.
- Surat News : સુરતમાં રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો સામે આવ્યો, સોશિયલ મીડિયાથી પોલીસ સુધી પહોંચ્યો
- Ahmedabad Crime : ગુજરાત યુનિવર્સિટીમાં મળ્યો ગાંજાનો છોડ, એનએસયુઆઈએ પોલીસને જાણ કરી