સુરત: શહેરના ભીમરાડ વિસ્તારમાં યુવકને પ્રેમિકાએ પ્રેમમાં દગો આપતા આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોહનના મોતની જાણ થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 20 દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત રોજગારી માટે આવ્યો હતો.
Surat News: સુરતમાં 20 વર્ષીય યુવકને પ્રેમિકાએ પ્રેમમાં દગો આપતા કર્યો આપઘાત - suicide after being betrayed by his girlfriend
સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં 20 વર્ષીય યુવકને પ્રેમિકાએ પ્રેમમાં દગો આપતા આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે હાલ સમગ્ર મામલે અલથાણ પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે યુવકનો મોબાઈલ કબ્જે લઇ આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Published : Sep 26, 2023, 9:09 AM IST
'મોહન 20 દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત રોજગારી માટે આવ્યો હતો. તે પહેલા દિવસથી જ તેની પ્રેમિકા જોડે ફોન ઉપર કોઈને કોઈ વાતે ઝઘડો કર્યા કરતો હતો. મેં તેને કહ્યું હતું કે, કામમાં ધ્યાન આપ તું. ટાઈલ્સ બેસાડવાનું કામ શીખી જઈશ તો તને જ ફાયદો થશે. ત્યારે તે કામમાં ધ્યાન આપવા લાગ્યો હતો. પરંતુ સાંજ થતાની સાથે જ તે ફરી પોતાની પ્રેમિકાને ફોન કરી વાતો કરતો હતો. છેલ્લા ત્રણ દિવસથી જ્યારે પણ તે ફોન ઉપર વાતો કરતો ત્યારે ઝઘડો કરતો હોય તે રીતે વાત કરતો હતો. અને તેને પૂછ્યું કે, શું થયું છે ત્યારે તેણે કહ્યું કે, મારી પ્રેમિકા મને દગો આપ્યો છે. આ વાત તેણે મને ગઈકાલે સાંજે કરી હતી.' -મોહનના પિતરાઈ ભાઈ બાબુ
અપશબ્દો બોલવા લાગ્યો: વધુમાં જણાવ્યું કે, "ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ તે પોતાની પ્રેમિકા જોડે વાત કરતા ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. બોલવા ના જોઈએ તેવા અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારે અમે જણાવ્યું કે, આ તો હવે રોજનું થઇ ગયું છે. થોડીવાર મોટો અવાજ આવ્યો પરંતુ અમે તેને જોયું તો તે નજરે જોવા નઈ મળ્યો. અમે આમ થી તેમ જોયું અને છેલ્લે નીચે જોયું ત્યારે મોહન નીચે પડી ગયો હતો. બધા ફટાફટ તાત્કાલિક નીચે ગયા પરંતુ તેનું મોત થઇ ગયું હતું".