ગુજરાત

gujarat

ETV Bharat / state

Minor Girl Committed Suicide : સુરતમાં 12 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો - Pandesara Police

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટીમાં 12 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેઓએ કિશોરીના બોડીનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

Minor Girl Committed Suicide
Minor Girl Committed Suicide

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 2:53 PM IST

સુરતમાં 12 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત :શહેરના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટીમાં રહેતા અનિલસિંગની 12 વર્ષીય પુત્રી બંદનાએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

12 વર્ષીય કિશોરી :આ અંગેની મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે કિશોરીએ પોતાના જ ઘરમાં કોઈ કારણોસર રૂમની અંદર છતના એંગલ પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 12 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કિશોરીના બોડીનો કબજો લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

મારી પુત્રીએ આત્મહત્યા કરી હોવાની જાણ મને મકાન માલિકે કરી હતી. ત્યારબાદ હું ઘરે પહોંચ્યો હતો. તેને ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે ખ્યાલ નથી. બંદના ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. હું રત્ન કલાકાર છું અને મારી પત્ની આરાધના શૂટ કટીંગનું કામ કરે છે. -- અનિલ સિંગ (મૃતકના પિતા)

પરિવારમાં શોકની લાલીમા :આ બાબતે મૃતક બંદના પિતા અનિલસિંગે જણાવ્યું કે, હું અને મારી પત્ની અનુરાધા ગઈકાલે બહાર માર્કેટમાં ગયા હતા. તે દરમિયાન મારો નાનો છોકરો શિવા જે 7 વર્ષનો છે. અને મારી મોટી દીકરી બંદના 12 વર્ષની ઘરે જ હતા. તે દરમિયાન મારો પુત્ર બાથરૂમમાં ગયો અને બંદના બાજુના રૂમમાં જઈ દરવાજો બંધ કરી તેણે ફાંસો ખાધો હતો. જોકે શિવા બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેણે બંદનાને બૂમો પાડી. પરંતુ કોઈ અવાજ નહિ આવતા અંતે તેણે અમારા મકાન માલિકને બોલાવી દરવાજો તોડાવ્યો હતો. દરવાજો તૂટતા જ બંદના દુપટ્ટા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી.

  1. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ન કરવાનું કર્યું, પીડિતાએ આત્યહત્યા કરી
  2. Surat Suicide: રાંદેરમાં માતાએ પુત્રી અને પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી

ABOUT THE AUTHOR

...view details