સુરતશહેરમાં ફરી એક વખત 108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે મહિલાને પ્રસુતિની પીડા ખૂબ જ ઉપડી જતા એમ્બ્યુલન્સમાં જ સફળ ડીલીવરી કરાવવામાં આવી છે. મહિલાએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે. મહિલા અને બંને બાળકો સ્વસ્થ છે.
કોલ મળતાં પહોંચી 108 એમ્બયુલન્સ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ચીકુવાડી પાસે રહેતા ગીતાંજલિબહેનને ગઈકાલે મધ્યરાત્રીએ પ્રસાતિની પીડા ઉપડતા તેમના પરિવારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ટીમને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સને કોલ મળતા જ 108ની ટીમ ચીકુવાડી પહોંચી મહિલાને લઈને નવી હોસ્પિટલ નીકળ્યા હતાં.
મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યોજોકે હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મહિલાને પ્રસૂતિકાળ આવી ગયો હતો. ત્યારે 108 એમ્બયુલન્સ ટીમે રસ્તાની બાજુએ જ એમ્બયુલેન્સ ઊભી રખાવી દીધી હતી અને મહિલાની સહીસલામત પ્રસૂતિ કરાવી હતી. મહિલાની પ્રસૂતિ થતા મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. મહિલા અને બંને બાળકો સ્વસ્થ હતાં. તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતાં .ગીતાંજલીબેનને પ્રસૂતિની પીડા વધુ થતાં હોસ્પિટલ પહોંચવું મુશ્કેલ હતું તેવા સંજોગોમાં 108 એમ્બ્યુલન્સ ટીમે કુશળતાથી માતા અને બાળકોના જીવ બચાવ્યાં હતાં.
આ પણ વાંચો જામનગર 108ની ઉમદા કામગીરી, મહિલાને દુઃખાવો થતાં રસ્તામાં જ કરાવી ડિલિવરી
વહેલી સવારે રોડ સાઇડે જ કરાવાઇ પ્રસૂતિઆ બાબતે 108 એમ્બ્યુલન્સ ટીમના પાયલોટ જયંતીભાઈ બારૈયાએ જણાવ્યું કે, ગીતાંજલીબેનને પ્રસુતિની પીડા વધુ થતાં હોસ્પિટલ પહોંચવું મુશ્કેલ હતું. જેથી અમે રાતે 3:30 વાગ્યાંની આસપાસ જ ગાડી સાઈડ પર થોભાવી તેમની પ્રસૂતિ કરાવી હતી. અમારી પાછળ તેમના પરિવારજનો પણ આવતા જ હતા. એટલે તેમનો પરિવાર પણ સાથે જ હતો. પ્રસૂતિ બાદ અમે માતા અને બાળકોને લઇને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યાં હતાં.
પાંડેસરામાં અહીં હોય છે 108 એમ્બ્યુલન્સવધુમાં જણાવ્યુંકે અમારી 108 એમ્બ્યુલન્સ ટીમ પાંડેસરાના પીયૂષ પોઇન્ટ ઉપર જ રાત્રી દરમિયાન ઉભા રહીએ છીએ. જેથી જો પાંડેસરા વિસ્તારનો કોલ મળે એટલે અમે તાત્કાલિક ધોરણે જે તે સ્થળે પહોંચીને દર્દીને લઇ હોસ્પિટલ પહોંચી શકીયે છીએ. આ પહેલા પણ આજ રીતે હજી એક પ્રસૂતિ અમારા એમ્બ્યુલન્સમાં જ સફળતાથી કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો પોરબંદરમાં વાવાઝોડાની અસર વચ્ચે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ કરાવી મહિલાની પ્રસૂતિ
પિતાનો પ્રતિભાવ બંને બાળકોના પિતા સુધીરભાઈ ગોઉડાએ આ અંગે જણાવ્યું હતું કે મેં વિચાર્યું પણ ન હતું કે મારા બંને બાળકનો જન્મ 108 એમ્બ્યુલન્સ ટીમમાં થશે. આકસ્મિક હોવા છતાં એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ ખૂબ જ સલામતીથી પ્રસૂતિ કરાવી હતી. આજે મારી પત્ની અને મારા બંને બાળકો સ્વસ્થ છે અને તેઓ સારવાર હેઠળ છે. ખરેખર એમ્બ્યુલન્સના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર કે તેમણે ખુબ જ સલામતીથી પ્રસૂતિ કરાવી છે. પરંતુ હું થોડો ગભરાયો પણ હતો. એકસાથે બે બાળકોને પ્રસૂતિ કરાવી. આ ખૂબ જ મુશ્કેલ કહેવાય પરંતુ 108ના કર્મચારીઓએ સલામતીપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.
ગત 12 જાન્યુઆરી 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ થઇ હતી આ પહેલા પણ ગત 12 જાન્યુઆરીના રોજ વિસ્તારમાંથી 33 વર્ષીય મહિલાને 1108 એમ્બ્યુલન્સ ટીમમાં જ પ્રસૂતિ કરવામાં આવી હતી. ત્યારે માતાએ બાળકીને જન્મ આપ્યો હતો. તે સમય પણ રાત્રી દરમિયાન જ પ્રસૂતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 108ની આ કામગીરી લોકો માટે ખરા અર્થમાં મદદરૂપ સાબિત થઇ રહી છે અને લોકો 108ની આ સરાહનીય કામગીરીને બિરદાવી પણ રહ્યા છે. સુરત શહેરમાં 108ની કામગીરી ખૂબ જ સરાહનીય હોવાનું જણાવાઇ રહ્યું છે. 108ની ટીમે અગાઉ રીક્ષા અને શૌચાલયમાં પણ સફળ ડીલવરી કરાવી હતી.