ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ કૃષિ કાયદાના આંદોલનમાં ગુજરાતના ખેડૂતોનો ટેકો - Opposition to the Agricultural Bill Act

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લઈને 3 કાયદા બનાવ્યા છે, ત્યારે કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો દિવસ છે આ આંદોલનને ગુજરાતના ખેડૂતોએ ટેકો જાહેર કર્યો છે અને સુરતમાં કલેક્ટર હસ્તક મહામહીમ રાષ્ટ્રપતિને આવેદન આપી આ કાયદો પાછો લેવા રજૂઆત કરી હતી.

સુરતઃ કૃષિ કાયદાના આંદોલનમાં ગુજરાતના ખેડૂતોનો ટેકો
સુરતઃ કૃષિ કાયદાના આંદોલનમાં ગુજરાતના ખેડૂતોનો ટેકો

By

Published : Dec 4, 2020, 11:58 AM IST

Updated : Dec 4, 2020, 3:40 PM IST

  • કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલ
  • દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો દિવસ
  • આંદોલનને ગુજરાતના ખેડૂતોએ ટેકો જાહેર કર્યો

સુરતઃ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો દિવસ છે, ત્યારે હવે આ આંદોલનને ગુજરાતના ખેડૂતોએ ટેકો જાહેર કર્યો છે અને સુરતમાં કલેક્ટર હસ્તક મહામહીમ રાષ્ટ્રપતિને આવેદન આપી આ કાયદો પાછો લેવા રજૂઆત કરાઈ હતી. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે આ કાયદાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહિ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કાયદો રદ થશે.

સુરતઃ કૃષિ કાયદાના આંદોલનમાં ગુજરાતના ખેડૂતોનો ટેકો

કાયદાથી ખેડૂતોનું ખુબ મોટું શોષણ

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લઈને 3 કાયદા બનાવ્યા છે, ત્યારે કૃષિ બીલના આ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે અને આ આંદોલનનો આજે આઠમો દિવસ છે ખેડૂતોના આ આંદોલનના પડઘા વિદેશમાં પણ જોવા મળી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે સુરતમાં કલેક્ટર હસ્તક મહામહીમ રાષ્ટ્રપતિને આવેદન આપી આ કાયદો પાછો લેવા રજૂઆત કરાઈ હતી. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કૃષિ વિરોધી કાયદાને લઈને જે આંદોલન થઇ રહ્યા છે. તેમાં ગુજરાતના ખેડૂત પણ જોડાઈ છે અને આ કાયદાઓ રદ કરવા માટે અમે સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા મથકેથી મહા મહીમ રાષ્ટ્રપતિને આવેદન આપ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદાથી ખેડૂતોનું ખુબ મોટું શોષણ થવાનું છે આ કાયદાઓ માત્ર મોટા કોર્પોરેટ હાઉસ અને વિદેશી કંપનીઓને લાભ કરાવવા માટે જ બનાવવામાં આવ્યા છે. આ કાયદાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહિ. ભારે સુત્રોચાર સાથે આ કાયદો પાછો લેવા આવેદનપત્ર પાઠવ્યું હતુ.

સુરતઃ કૃષિ કાયદાના આંદોલનમાં ગુજરાતના ખેડૂતોનો ટેકો

કાયદો પાછો લેવા રજૂઆત કરાઇ

આવેદન આપવા આવેલા ખેડૂતોએ જય જવાન જય કિશાનનો નારો લગાવ્યો હતો અને જો કિશાન કે, હિત કી બાત કરેગા વહી રાજ કરેગા જેવા નારાઓ પણ લગાવ્યા હતા. તેમજ આવેદન આપતી વેળાએ તેઓએ હાથમાં ભારતનું બંધારણ સાથે રાખ્યું હતું અને ભારે સુત્રોચાર સાથે આ કાયદો પાછો લેવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Last Updated : Dec 4, 2020, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details